સૌરાષ્ટ્રમાં વીજચોરીમાં રાજકોટ પ્રથમ, ભાવનગરનો બીજો નંબર

194

PGVCLએ ભાવનગરમાં ૨.૮૯ કરોડની વીજચોરી ઝડપી
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા છેલ્લા બે મહિનાથી સૌરાષ્ટ-કચ્છમાં વીજ ચેકિંગની ઝુંબેશ હાથ ધરી છે. જેમાં છેલ્લા બે મહિનામાં ૧૦,૮૫૮ કનેક્શનમાં ૫૩.૬૨ કરોડની વીજચોરી ઝડપી પાડી છે. આ વીજચોરીનો આંકડો એપ્રિલ અને મે મહિનાનો છે. જેમાં એપ્રિલ મહિનામાં ૨૭.૮૪ કરોડ અને મે મહિનામાં ૨૬.૦૮ કરોડની વીજચોરી પકડી પાડવામાં આવી છે. જેમાં રાજકોટ શહેરમાં મે મહિના દરમિયાન ૩.૬૭ કરોડની વીજચોરી ઝડપાઇ છે. ઁય્ફઝ્રન્ના વીજ ચેકિંગ ઝુબેશમાં મે મહિનામાં ૮૫,૨૬૫ વીજ કનેક્શનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૮૫૮ કનેક્શનમાં વીજચોરી ઝડપાઇ હતી. આથી આ તમામ વીજ કનેક્શનધારકોને ૨૬.૦૮ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં રાજકોટ શહેરને બાદ કરતા સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં ૨.૮૯ કરોડની વીજચોરી ઝડપાઇ છે. જે બીજા ક્રમે છે.પાલિતાણા કોર્ટમાં પીજીવીસીએલની સિવીલ દરખાસ્તો, દાવા, વીજચોરી કેસ, અનઅધિકૃત જોડાણ, અવરલોડવાળા ગ્રાહકો કે વીજ જોડાણમાં ગેરરીતિ આચરતા ઇસમો સામે કેસો થતા પાલિતાણા કોર્ટના એડીશનલ સિનીયર સિવીલ જજ દ્વારા ગ્રામ્ય તથા ટાઉન વિસ્તારના ૪૯ જંગમ મિલ્કત જપ્તીના વોરંટો ઇશ્યુ કરવામાં આવ્યા હતાં અને કોર્ટના બેલીફ મારફતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોર્ટ દ્વારા આદેશ કરી બેલીફ સાથે પીજીવીસીએલના કર્મચારીઓ, પોલીસ સ્ટાફને સાથે રાખી મિલ્કત જપ્તીની કાર્યવાહી કરાઇ હતી. જેમાં ખાસ કરીને મોજશોખની ચીજવસ્તુઓ જેવી કે ટીવી, એસી વિગેરે કબ્જે લેવાઇ હતી. જ્યારે કેટલાક ગ્રાહકોએ સ્થળ ઉપર જ રોકડ રકમ જમા કરાવી હતી.
મે મહિનામાં ક્યાં કેટલી વીજચોરી.?
વર્તુળ કચેરીનું વિજ ગેરરીતિના દંડની રકમ
નામ કનેકશનની સંખ્યા (રૂ.લાખમાં)
રાજકોટ શહેર ૧૧૧૨ ૩૬૭.૪૨
રાજકોટ ગ્રામ્ય ૧૨૭૪ ૨૮૨.૨૬
મોરબી ૬૬૭ ૧૪૩.૯૬
પોરબંદર ૧૩૬૪ ૧૮૮.૭૨
જામનગર ૮૯૩ ૨૩૭.૩૪
ભુજ ૫૫૮ ૧૯૧.૦૨
અંજાર ૬૨૬ ૨૩૯.૧૭
જૂનાગઢ ૧૦૧૩ ૧૬૨.૯૨
અમરેલી ૯૨૯ ૧૫૦.૧૬
બોટાદ ૭૭૦ ૧૩૫.૪૪
ભાવનગર ૯૩૨ ૨૮૯.૪૯
સુરેન્દ્રનગર ૭૨૦ ૨૨૦.૮૬

Previous articleગુજકો માસોલની ચૂંટણી : ભાવનગરમાં વર્ષોથી બિનહરીફ રહેલા નાનુ વાઘાણી સામે ભાજપના અર્જુન યાદવ ટકરાશે
Next articleસામંથા રૂથે ફરી એકવાર તેનો કિલર લુક બતાવ્યો