ભાવનગર અને બોટાદ જિલ્લા માંથી ૨૦૦ થી વધુ હજ યાત્રીઓ હજ પઠવા જશે, રસીકરણ કેમ્પ યોજાયો

38

કોરોના મહામારીને ધ્યાને રાખીને વિદેશીઓ માટે છેલ્લા બે વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ માં સાઉદી અરેબીયા સરકાર દ્વારા હજ કેન્સલ કરવામાં આવી હતી. બે વર્ષના લાંબા સમય બાદ આ વર્ષે ૨૦૨૨ માં હાજીઓ હજ પડવા માટે સાઉદી અરેબના પવિત્ર મક્કા અને મદીના શરીફ હજ પડવા જશે. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ હજ યાત્રાએ જતા હાજીઓને ફરજીયાત પણે આપવાની થતી મેનોકોગોકુલ રસી તથા પોલીયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા જે માટે નો રસીકરણ કેમ્પ આજરોજ ભાવનગર શહેરના સરકારી સર.ટી.હોસ્પીટલ ખાતે યોજાયો હતો. જેમાં આજરોજ ૧૬૦ જેટલા હજ યાત્રી ભાઇઓ-બહેનોને રસીકરણ કરવામાં આવ્યું હતું. દર વર્ષે સમગ્ર દુનિયામાંથી ૩૦ થી ૩૫ લાખ હજયાત્રીઓ હજ પઢે છે. ત્યારે આ વર્ષે ૨૦૨૨ ની હજ માટે સાઉદી અરેબીયા સરકારે વિદેશીઓ માટે ૧૦ લાખનો કોટા નક્કી કર્યો છે. જેમાંથી ભારતને ૭૯૦૦૦ હજાર હજનો કોટા મળ્યો છે. જેમાં હજ કમીટી ઇન્ડીયા તરફથી ૫૬૦૦૦ અને પ્રાઇવેટ ટુર દ્વારા ૨૪૦૦૦ ભારતીયો હજ પઢવા જશે. જેમા ભાવનગર અને બોટાદ માંથી ૧૪૦ હજ કમીટી દ્વારા જ્યારે પ્રાઇવેટ ટુર દ્વારા ૫૦ થી ૬૦ હાજીઓ હજ યાત્રામાં જોડાશે. હજ કમીટી ઇન્ડીયા તરફથી જતા હજ યાત્રીઓને યાત્રા કરવા માટે રૂા.૩,૭૦,૦૦૦ નો ખર્ચ થશે જ્યારે પ્રાઇવેટ ટુર દ્વારા જતા હજ યાત્રીઓએ ૬,૫૦,૦૦૦ નો ખર્ચ થશે. હજયાત્રીઓ માટે ગુજરાતની લાયટ અમદાવાદ થી તા.૨૦-૬-૨૦૨૨ ના રોજથી શરૂ થશે. આ રસીકરણ કેમ્પને સફળ બનાવવા ભાવનગર હજ કમીટીના આગેવાનો હાજીહુસેનભાઇ સૈયદ, હાજીઅબ્દુલસતારભાઇ રેડીયેટરવાળા, યુનુસભાઇ મકવાણા, યુનુસભાઇ ખોખર, ઇકબાલભાઈ આરબ, કાળુભાઇ બેલીમ, નાહીન કાઝી, રહીમભાઇ કુરેશી, સાજીદ કાઝી, મહેબુબભાઇ માંડવીયા, અકબરભાઇ ખીમાણી સહિતના ખાસ ઉપસ્થિત રહયા હતા તેમજ સર.ટી.હોસ્પીટલના ડોક્ટરો, સીસ્ટરો, સહિતનાએ આ કાર્યક્રમને સફળ બનાવવા સરાહનીય કામગીરી બજાવી હતી અને ભાવનગરના મુસ્લીમ સમાજે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

Previous articleતેજસ્વી તારલા સંમેલન એક પ્રકારે કોળી સમાજનું શક્તિ પ્રદર્શન બની ગયું
Next articleભાવનગરના ઘોઘા રોડ પર અકસ્માત નિવારવા ફોર લેન રોડ બનાવવો જરૂરી