કલા મહાકુંભમાં 6 થી 14 વર્ષની વયજુથ લોકનૃત્ય સ્પર્ધામાં શ્રી ભૂતા રૂગનાથ પ્રાથમિક કન્યાશાળા નંબર-11 ની દીકરીઓ રાજયકક્ષા પ્રથમ સ્થાન મેળવ્યું

87

શાળાના પ્રભારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય સંજયભાઈ બારૈયા તથા શાળાના આચાર્ય સંગીતાબેન રામોલિયા માર્ગદર્શન હેઠળ સિદ્ધિ હાંસલ કરી
ભાવનગર ને કલા અને સંસ્કૃતિની નગરી આમ જ નથી કહેવાતી આ બાબત ને સાર્થક કરી બતાવ્યું છે કરચલીયા પરા જેવા પછાત અને ગરીબ વિસ્તાર ની સરકારી શાળામાં અભ્યાસ કરતી દીકરીઓએ કલા મહાકુંભ 2022માં લોકનૃત્ય સ્પર્ધમાં શ્રી ભૂતા રૂગનાથ પ્રાથમિક કન્યાશાળા નંબર-11 ની દીકરીઓ રાજયકક્ષા પ્રથમ આવી હતી. કલા અને સંસ્કૃતિનું પાવનધામ એવું ભાવેણા નું ગૌરવ કહી શકાય તેવું પરિણામ આજે મળ્યું છે ભાવનગરના કરચલીયા પરા વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત શ્રી ભૂતા રૂગનાથ પ્રાથમિક કન્યાશાળા નંબર-11 ની દીકરીઓ એ રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત કલા મહાકુંભ 2021/22 અંતર્ગત યોજાયેલ 6 થી 14 વર્ષ સુધીના વયજુથ લોકનૃત્ય સ્પર્ધામાં પ્રાચીન ગરબો રજૂ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને શાળા નંબર-11 તથા કરચલિયા પરા વિસ્તાર ઉપરાંત ભાવનગર ને સમગ્ર રાજ્યમાં ગૌરવ અપાવ્યું છે સૌપ્રથમ ભાવનગર શહેર માં પ્રથમ ક્રમાંક ત્યારબાદ સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાએ રાજકોટ મુકામે દ્વિતીય ક્રમાંક મેળવી ને સખત મહેનત બાદ 12/6/2022 ના દિવસે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાવનગર મુકામે સમગ્ર રાજ્યની અવ્વલ નંબરની ટીમોની સામે ધમાકેદાર પરફોર્મન્સ આપીને પ્રાચીન ગરબામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. શાળાના પ્રભારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય સંજયભાઈ બારૈયા તથા શાળાના આચાર્ય સંગીતાબેન રામોલિયાની રાહબરી હેઠળ જેમને સંપૂર્ણ યશ જાય છે એવાં શાળાના શિક્ષિકા દર્શનાબેન ત્રિવેદી, અને અશ્વિનભાઈ દિહોરા એ સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું દર્શનાબેન ત્રિવેદી તો શાળામાં વેકેશન ફરવા જવાના બદલે શાળાની દીકરીઓને પ્રેક્ટિસ કરાવી ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું, ખાસ કરીને કોઇપણ પ્રકારના મહેનતાણા કે ફી વગર સહાયકો કરચલીયા પરા વિસ્તારના જ રહેવાસી પ્રવીણભાઈ વાજા તથા ચંદુભાઈ ગોહેલ (CR) એ પોતાનો કિંમતી સમય આપીને અનુક્રમે ઢોલ અને વાંસળીનું સંગીત પીરસ્યું હતું દીકરીઓને નિસ્વાર્થ ભાવે પોતાની દીકરીઓ સમજીને નિ:શુલ્ક સેવા આપી હતી, તમાંમ દિકરીઓ તથા તેમના સહાયકોએ છેલ્લા 5 થી 6 મહિના સુધી ખુબ મહેનત અને પ્રેક્ટિસ કરી હતી. સૌથી મહત્વનું દરેક દીકરીઓએ પોતાની ખૂબ જ સખત મહેનત અને સામાજિક તથા ધાર્મિક પ્રસંગોમાં જવાનું પણ ટાળીને અને વેકેશન હોવા છતાં એક જ લક્ષ્ય રાખ્યું હતું રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવો અત્રે ઉલ્લેખનીય છે કે ગત કલા મહાકુંભ માં કોરોનાના કારણે રાજ્યકક્ષાની સ્પર્ધા થયેલ ન હતી માત્ર શહેર અને પ્રદેશ કક્ષામાં યોજાયેલ ત્યારે પણ પ્રથમ ક્રમાંક આ દિકરીઓ એ મેળવેલ હતો.

Previous articleભાવનગરના ITI ખાતે યોજાયેલા મેળામાં 600થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો
Next articleશિક્ષણ શરૂ થતા શાળઓમાં ખિલખિલાટ:ભાવનગર જિલ્લામાં 416 શાળાઓમાં 1.16 લાખ વિદ્યાર્થીઓ આજથી ફરી શાળાએ જશે, પ્રથમ દિવસે પાંખી હાજરી