વડાપ્રધાનના હસ્તે ભાવનગર અમદાવાદ ટ્રેનનું ૧૮મીએ લોકાર્પણ : કાયમી સમયપત્રક બાકી

41

ભાવ. અમદાવાદ વચ્ચે ઇન્ટરસિટી ક્યાંરથી દોડતી થશે તે અંગે રેલવે દ્વારા હજુ સતાવાર જાહેરાત નહિ
ભાવનગર રેલવે ડિવિઝન તળેના બોટાદ-અમદાવાદ મીટરગેજમાંથી બ્રોડગેજ લાઇનનું રૂપાંતરિતરીકરણ સંપન્ન થઇ ગયા બાદ લાંબા સમયથી આ ગેજ કન્વર્જન થયેલી લાઇન પર માલગાડી દોડાવવામાં આવી રહી હતી. હવે તા.૧૮મી જુનના રોજ વડાપ્રધાન અમદાવાદ-ભાવનગર વાયા બોટાદ પેસેન્જર ટ્રેનની ઘોષણા કરવાના હોવાના અહેવાલ છે. જોકે, ભાવનગર અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન અંગે રેલ તંત્રએ હજુ આજે બપોર સુધી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરી ન હતી. અમદાવાદ ખાતે યોજાનારા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૭૦ કિ.મી.ના ભાવનગર-બોટાદ-અમદાવાદ વચ્ચે મુસાફર ટ્રેન દોડાવવાની ઘોષણા કરવાના છે. ઉપરાંત ધોલેરાના જડપી વિકાસને ધ્યાનમાં રાખીને ધોલેરાથી અમદાવાદની નવી લાઇન અંગે પણ કોઇ ઘોષણા તેવી શક્યતા છે. ભાવનગર-બોટાદ-અમદાવાદ ટ્રેન ચાલુ થવાથી અમદાવાદ આશરે ૪ કલાકમાં પહોંચી શકાશે, અને ભાવનગર તથા બોટાદની ૩૨.૫૦ લાખ મુસાફર જનતાને તેનો લાભ મળી શકશે. ઉપરાંત અમદાવાદમાં લાંબા અંતરની અનેક ટ્રેનો ફાજલ પડી રહે છે, તેને ભાવનગર સુધી લંબાવવા માટેનો માર્ગ પણ હવે મોકળો બની જશે, જોકે, ૧૮,મિએ શું કાર્યક્રમ થવાનો છે તેની સત્તાવાર વિગતો રેલવેએ જાહેર કરી નથી. વધુમાં બોટાદથી અમદાવાદની ટ્રેનને લીલી ઝંડી વડાપ્રધાન આપશે તેવી પણ એક વાત છે. હાલાકી લોકોને પ્રબળ આશા છે કે, વડાપ્રધાન મોદીના હસ્તે લીલીઝંડી બાદ ભાવનગર અમદાવાદ વાયા બોટાદની ટ્રેન મળશે. આ ઉપરાંત ભાવનગરથી લાંબા અંતરની વધુ અન્ય ટ્રેનોના વિકલ્પ ઉપલબ્ધ બનશે. ૧૮મીના કાર્યકમ સંદર્ભે રેલવે તંત્રમાં ધમધમાટ અને મિટિંગનો દૌર શરૂ થયો છે.

Previous articleભાવનગરમાં પેટ્રોલ-ડિઝલનો પુરવઠો પૂરતાં પ્રમાણમાં છે, લોકોએ બિનજરૂરી રીતે ગભરાવાની જરૂર નથીઃ કલેકટર યોગેશ નિરગુડે
Next articleએમ.કે.બી. યુનિ.ની ધિરાણ અને ગ્રાહક મંડળી દ્વારા સેવા નિવૃત્ત સભાસદોનું અભિવાદન કરાયું