ઓપીડીની રૂટીન કામગીરીથી દૂર રહી સુત્રોચ્ચાર સાથે માંગણી દહોરાવી

8

સરકારી તબીબોની બોન્ડેડ સેવાને સિનીયર રેસિડેન્સિમાં ગણો- સર ટી.માં આંદોલન
એમ.ડી. એમ.એસ. તબીબોની બોન્ડેડ સેવાને સિનીયર રેસિડેન્સીમાં ગણવા માટેની લાંબા સમયની માંગણી અને રજૂઆતો બાદ આરોગ્યમંત્રીએ માંગને યોગ્ય ઠેરવ્યા બાદ પણ નિર્ણય નહીં આવતા અને તાજેતરના નિવેદનમાં ફેરવી તોળતા તબીબોમાં રોષની લાગણી ફેલાઇ હતી અને બુધવારે સર ટી. હોસ્પિટલ ખાતે ઓપીડી રૂટીન કામગીરીથી અળગા રહ્યા હતા અને સુત્રોચ્ચાર કર્યાં હતાં. છેલ્લા એક વર્ષથી આરોગ્ય વિભાગમાં બોન્ડને સિનીયર રેસિડેન્સિમાં ગણવા માટે રજૂઆત કરી હતી. જો કે, હજુ સુધી તેનો કોઇ ઉકેલ આવ્યો નથી. ત્રણ વર્ષની રેસિડેન્સિમાં ૩૬ મહિનામાંથી ૧૭ મહિના કોવિડ કામગીરીની વિકટ સ્થિતિમાં પણ અવિરત ફરજ બજાવી છે. બીજી તરફ જુનિયર ડોક્ટર એસોસિએશનની માંગણી છે કે, એક વર્ષના બોન્ડને સિનિયર રેસિડેન્સિમાં ગણવામાં આવે. આ મામલે અગાઉ રાજ્યના આરોગ્ય મંત્રીએ પણ માંગણીને યોગ્ય ઠેરવી હતી. જો કે, આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા આજદિન સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી કે કોઇ પગલા પણ લેવામાં આવ્યા નથી. જેથી હાલ આ મામલે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. જેના પગલે ૨૪ કલાકના અલ્ટીમેટમ બાદ નિવેડો નહીં આવતા સર ટી. હોસ્પિટલની રૂટીન ઓપીડી બંધ રાખવામાં આવી હતી અને સંકુલમાં તમામ તબીબો એકત્ર થઇ સુત્રોચ્ચાર કર્યાં હતાં.

Previous articleવડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા. ૧૮ જૂનના રોજ ગુજરાતમાં ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’નો પ્રારંભ
Next articleવરુણ અને કિયારા મેટ્રોમાં વડાપાવ ખાવા પર ટ્રોલ થયા