રંઘોળા ગામના સરપંચ પુત્ર સુમિત ડાંગરની બીજી પૂર્ણતિથી નિમિતે મંદ બુદ્ધિના લોકોને ભોજન કરાવી ઉજવણી કરાઇ

6

ઉમરાળા તાલુકાના રંઘોળા ગામના સરપંચ વશરામભાઇ ડાંગર ના લાડકવાયા દીકરા સુમિતનું અકાળે અવસાન થયુ હતુ સરપંચ વશરામભાઇ અને ડાંગર પરિવાર ઉપર આભ ફાટ્યું હતુ યુવાન સુમીત ડાંગરની યાદમાં પરિવારજનો દ્વારા રકતદાન કેમ્પ સહિતની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ સુમિત ડાંગરની બીજી પૂર્ણતિથિ નિમિતે સરપંચ વશરામભાઇ અને ડાંગર પરિવાર દ્વારા સોનગઢ સ્થિત મંદ બુદ્ધિ આશ્રમ ખાતે 100 થી પણ વધુ સંખ્યામાં રહેલા મંદ બુદ્ધિ ધરાવતા લોકોને ભોજન કરાવી બીજી પૂર્ણતિથિની ઉજવણી કરવામાં આવી હતી.
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Previous articleપૂરથી અસમ, મેઘાલય અને ત્રિપુરામાં ભારે તબાહી થઈ
Next articleકોણ બનશે કુલપતિ? : ભાવનગર યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર બનવા માટે અધધ 121 ઉમેદવારોએ બાયોડેટા મોકલ્યા