વાલ્મીકિ સમાજ ના તેજસ્વી તારલાઓ નો સન્માન કાર્યક્રમ યોજાયો.

9

માંડલ ગામ માં ગત તારીખ ૨૬-૦૬-૨૦૨૨ ના રોજ સમસ્ત ગુજરાત ના વાલ્મીકિ સમાજ ના વિદ્યાર્થીઓ નો સન્મના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાવિન સિરેસિયા દ્વારા જણાવવામાં આવ્યું કે આ કાર્યક્રમ માં આ વર્ષે એટલેકે ચાલુ વર્ષે જે વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ પાસ કરીને સારા ટકા સાથે ઉત્તીર્ણ થયા હોય તેવા ગુજરાત ના ગમે તે ગામ શહેર ના વિદ્યાર્થીઓ ની યાદી તૈયાર કરવામાં આવી હતી અને તેઓનું આ કાર્યક્રમ માં સન્માનપત્ર અને ટ્રોફી આપીને સન્માન કરાયું હતું. સાથે સાથે નિષ્ણાંતો દ્વારા કારકિર્દી અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
અને વધુ વિગત જાણવા મળી હતી કે સમાજ માં વિદ્યાર્થીઓ ને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન મળે અને દીકરીઓ ને ભણાવવા માટે માતાપિતા પ્રેરણા લે તે હેતુ થી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક વક્તવ્ય નો દોર જામ્યો હતો. તેમજ આ વિધ્યાર્થીઓને વિદેશ અભ્યાસ અર્થે જવા માટે પણ પ્રેરણા આપાઈ હતી અને તે માટે જરૂરી સહકાર પૂરો પાડવા માટે પણ આયોજન કરવામાં આવશે. તેઅંજ આ કાર્યક્રમ માં ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી અને લાખાભાઈ ભરવાડ પણ હજાર રહ્યા હતા. તેમજ કામલાબેન ગુર્જર, મોહિન્દર મૌર્ય સાહેબ, પ્રો. મોહનભાઇ, તેમજ માંડલ ગામના મામલતદાર સાહેબ પણ હજાર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ૩૭ વિધ્યાર્થીઓને સ્કૂલબેગ , સ્કૂલકિટ, પુસ્તકો, ફુલસ્કેપ ચોપડા વગરે જેવી ભેટો પણ આપવામાં આવી હતી