હાદાનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા રહીશો રજાના દિવસે જિલ્લા કલેકટરના નિવાસ્થાને દોડી જઈ હલ્લાબોલ

21

જિલ્લા કલેકટરે અને મનપાના ઇન્ચાર્જ કમિશનરે રજૂઆત સાંભળી યોગ્ય નિકાલ કરશે તેવી ખાત્રી આપી
ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલ સત્યનારાયણ સોસાયટી-2 રામાપીરના મંદિર પાસે સોસાયટીના નીચાણવાળા વિસ્તારમાં દર ચોમાસે વરસાદના કારણે પાણી ભરાઈ જાય છે જેના કારણે રવિવારના રજા દિવસે ઢળતી સાંજે કલેકટરને મૌખિક રજૂઆત કરવા પહોંચ્યા હતા, જિલ્લા કલેકટરે અને ભાવનગર મહાનગરપાલિકાના ઇન્ચાર્જ કમિશનરે રજૂઆત સાંભળી યોગ્ય નિકાલ કરશે તેવી ખાત્રી આપી હતી.

શહેરના હાદાનગર વિસ્તારના સત્યનારાયણ સોસાયટી – 2 રામાપીરના મંદિર પાસે રહેતા રહીશો રજાના દિવસે ભાવનગર કલેકટરને ચોમાસાની ઋતુ હોઈ વરસાદનું પાણી સોસાયટીમાં આશરે 35 જેટલા ઘરોમાં ભરાઈ જતા પાણીનો યોગ્ય નિકાલ કરવા રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં કલેકટરએ તેઓની મૌખિક રજૂઆત સાંભળી યોગ્ય નિકાલ કરશે તેવી ખાત્રી આપી હતી, હાદાનગર વિસ્તારમાં રહેતો કલ્પેશ ઉલવાએ જણાવ્યું હતું કે દર વર્ષે ચોમાસા દરમિયાન અમારા વિસ્તારમાં પાણીનો નિકાલ પ્રશ્ન રહે છે અત્યારે હાલ ચોમાસાની ઋતુ શરૂ છે ત્યારે વહેલી તકે અમારા પ્રશ્નો નિરાકરણ આવે તે માટે કલેકટરને રજુવાત કરવા આવ્યા હતા, રજાના દિવસે એટલે કે રવિવાર પણ બીએમસી કામ કરી રહ્યું છે જે સારી વાત છે પણ અમારા ઘરને અડીને બાજુથી 4 ફુટ ખોદે તો અમારે ઘરની બહાર કેવી રીતે નીકળવું, ના કોઈ ઈમરજન્સી આવે તો કેવી રીતે ઇમરજન્સી વાહન ન આવી શકે. આ અંગે ભાવનગરના કલેકટરના નિવાસ્થાને રજૂઆત દોડી આવ્યા હતા,

Previous articleરાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારી ડો.હેડગેવાર ભવન, કર્ણાવતી ખાતે સંપન્ન- તમામ આઠ સંવર્ગ ના નવીન હોદેદારો ની બંધારણ મુજબ થઈ ઘોષણા
Next articleઆચાર, વિચાર,ઉચ્ચાર અને વ્યવહાર શુદ્ધ હોય તે ઉત્તમ આચાર્ય : મોરારીબાપુ