મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પાંચમા દિવસે વિરોધ પ્રદર્શન

28

ભાવનગરમાં આવેલી મેડિકલ કોલેજ જર્જરિત હોઈ અન્યત્ર ફેરવવાની હિલચાલ થતા કોલેજના વિદ્યાર્થીઓ તેનો સતત પાંચમા દિવસે વિરોધ નોંધ્યો હતો જેમાં મેડિકલ કોલેજના પટાંગણમાં એકઠા થઇ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો, વિદ્યાર્થીઓ આંદોલન ચલાવી રહ્યાં છે આજે વિદ્યાર્થીઓએ પાંચમા દિવસે પણ વિરોધ કાર્યક્રમ યથાવત રહ્યો હતો.

કોલેજના કમ્પાઉન્ડમાં 500 થી વધુ વિધાર્થીઓ એકઠા થયા હતા અને ભગવાન જગન્નાથજીની પૂજા, અર્ચના કરીને તસ્વીર પાસે એક પત્ર લખ્યો હતો, વિદ્યાર્થીઓનું માનવું છે કે બે હાથ વાળો માનવી કે સત્તાધીશો અમારા પ્રશ્નનો ઉકેલ નહીં લાવે માટે આજે હજાર હાથ વાળા જગન્નાથજીને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ આપ્યો હતો. જ્યારે બીજા દિવસે પણ તેઓએ કોલેજના પટાંગણમાં ભેગા થઈ વૃક્ષોરોપણ કરી તથા કાળી રીબીન બાંધીને વિરોધ નોંધ્યો હતો. જ્યારે આજે ત્રીજા દિવસે પણ કોલેજના પટાંગણમાં ભેગા થઈ સૂત્રોચ્ચાર કર્યો હતો, સતત પાંચ દિવસથી વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. મેડીકલ કોલેજની જર્જરિત અવસ્થા ને ધ્યાન લઈ ને તંત્ર ના 2-3 વર્ષનાં બિલ્ડિંગ શોધવાનાં પ્રયાસો પછી પણ જો સર ટી ની નજીકના વિસ્તારમાં કોઈ પણ બિલ્ડિંગ NMCનાં નિયમ અનુસારની જરૂરિયાત પ્રમાણેનુ અથવાતો હાલના બિલ્ડીંગના સમકક્ષ પણ ન હોવાથી હાલની સ્થળાંતર યોજના ને પડતી મુકવામાં આવે અને જો આં બિલ્ડિંગ ખરેખર જર્જરિત હોય તો કૉલેજની આવરદા ઓછી હોય & 200 વિદ્યાર્થી માટેની વ્યવસ્થાનાં હોવાથી, તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલની નજીકમાં નવી મેડિકલ કોલેજ તથા હોસ્ટેલ સાધન સુવિધાયુક્ત હોય તેવી તૈયાર કરવાની કામગીરી ઝડપી થી ઝડપી ધોરણે હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Previous articleભાવનગર શહેર એકાદ કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્યો
Next articleઓર્બીટ રીડર – 20એ નેત્રહીન વ્યક્તિ માટે આંખો અને હાથ છે