ભાવનગર ના લાકડીયા પુલ પાસે આવેલ શ્રી કાળભૈરવ દાદાનાં મંદિરે ૪૩ મો પાટોત્સવ ઉજવાયો

7

ભાવનગર શહેર નાં છેડે આવેલ લાકડીયા પુલ પાસે આવેલ શ્રી કાળભૈરવ દાદા નાં મંદિરે ૪૩ મો પાટોત્સવ ઉજવાયો. આ પાટોત્સવ પ્રસંગે ભાવિકો શ્રી કાળભૈરવદાદા ના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે પૂ. મહંત શ્રી હરનાથબાપુ એ જણાવ્યુ કે હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે. ત્યારે સમગ્ર ભાવનગરવાસી ઓને આ મહામારી થી બચાવે તેમજ સમગ્ર ભારત દેશનાં લોકો નું રક્ષણ શ્રી કાળભૈરવ દાદા કરે તેવી પ્રાર્થના કરી હતી. તેમજ ધર્મપ્રેમીજનો ત્થા ભાવિક-ભકતોએ દર્શન માટે પધારવા આશ્રમ દ્વારા અનુરોધ કરાયો છે.
રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર.

SHARE
Previous articleGood morning Bhavnagar