આર્મીમાં ટ્રેનીંગ પૂર્ણ કરી આવનાર કોળિયાકનાં યુવાનોનું સન્માન કરાયું

1336

કોળીયાક સોંલકી પરિવારનાં બે યુવાનો આર્મીમાં ટ્રેનીંગ પુરી કરી પરત ફરતા ડીજેતાલ સાથે ફટાકડા ફોડી નાચગાન સાથે રમજટ બોલાવતાં પંચાયત ઓફીસથી કોળી જ્ઞાતિવાડી સુધી ફુલહાર પેરાવી સન્માન કરેલ. મેહુલભાઈ મંગાભાઈ સોલંકી તથા પરબતભાઈ ભરતભાઈ સોલંકી તથા પરબતભાઈ ભરતભાઈ સોલંકી (કોળીયાક)દેશની રક્ષા માટે ઘોડા ઉપર બેસાડી આર્મી જવાનનું સામેયુ કરવામાં આવ્યું અને ફુલહાર પહેરાવી રેલી કાઢવામાં આવેલ આયોજન કોળીયાક સંરપંચ જગદીશભાઈ સોલંકી દ્વારા કરવામાં  આવેલ છે. જેમાં બાલાભાઈ ગુંદીગરા, હરેશભાઈ પાઠક, માધુભાઈ ચુડાસમા, રફીકભાઈ સરવૈયા અનસારભાઈ કાનાણી, મનુભાઈ બારૈયા તથા ગ્રામજનો જોડાયા હતા.

Previous articleસુજલામ સુફલામ યોજનાનો ૩૧મીએ વઢેરા ગામે યોજાશે સમાપન સમારોહ
Next articleઅંગ્રેજીમાં સૌથી વધુ માર્કસ મેળવતી મયુરીનુ રાજયપાલના હસ્તે સન્માન