એક શિક્ષકનું અનોખુ અભિયાન નિકોટીન મુકત ભારત નિર્માણ

1343

પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રા. શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નાથાભાઈ આહિર છેલ્લા એક વર્ષથી તમાકુ છોઢડાવવા માટે લોકોને આયુર્વેદિક ઉપચાર દ્વારા તમાકુની વૈકલ્પિક શોધ કરી અને ર૦ર૦ સુધીમાં ભારતને નિકોટીન મુકત કરવાનું સ્વપ્ન સેવી રહ્યા છે.

વિશેષમાં નાથાભાઈ આહિર પોતાની વાતચીતમાં જણાવે છે કે, ૧૯૮૮ના રોજ ુર્ર  વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા તમાકુના સેવનથી માનવીય સ્વસ્થ્ય ઉપર થતી અસરને ધયાનમાં રાખી આશરે તે સમયે ૪૦ લાખથી વધુ વ્યકિત વિશ્વમાં તમાકુના સેવનથી કેન્સરનો ભોગ બને છે. માટે  ુર્ર  એ આ દિવસને તમાકુ નિષેધ દિન ઉજવવાનું શરૂ કર્યું છે. અને તે બાબતે તમાકુના સેવનથી થતું નુકશાન અને સમગ્ર વિશ્વના વિકાસમાં અવરોધ સાબિત થયું. તમાકુના સેવનથી કરોડો લોકો મૃત્યુ પામે છે. તેમાં મોટાભાગના ભારતના હોવાનું પણ એક તારણમાં બહાર આવ્યું છે. ત્યારે આજે વિશ્વ તમાકુ નિષેધ દિને તમાકુનું વ્યસન ત્યજવા બંધાણીઓએ નેમ લેવી જોઈએ. ભારતમાં તમાકુનો ઉપયોગ ખેતીવાડીમાં કીટ નાશક તરીકે થતો હતો. સમય જતાં માણસના નાશ માટે આ પણ એક ગંભીર બાબત છે. તમાકુના સેવનનું પ્રમાણ એશિયામાં સૌથ્‌ વધુ છે અને જેમાં ભારત દેશ મોખરે છે. એટલું જ નહીં તમામ રાજયો કરતાં ગુજરાત તમાકુના સેવનથી મોઢાના કેન્સરમાં પણ મોખરે છે.  ગાંધીના ગુજરાતમાં દારૂની સાથે તમાકુનું પ્રમાણ વધતાં ભારતમાં દર વર્ષે ૧૦ લાખ લોકો તમાકુના સેવનથી મૃત્યું પામે છે. માટે આજે જ જાગૃત બની અને દેશના યુવાધનને બતાવીએ અને યુવા ભારતની સાચી ઉજવણી કરીએ.

Previous articleઘરફોડ ચોરીમાં સગીર સહિત બેને ઝડપી લેતી એલસીબી ટીમ
Next articleશહેર ફરતી સડક પાસે મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ