તળાજા પંથકમાંથી ૧૧.૭૦ લાખની વીજચોરી ઝડપાઈ

2226

પશ્ચિમ ગુજરાત વિજ કંપનીની પાલીતાણા ઝોનની ૪૦ ટીમોએ આજે વહેલી સવારથી તલાજા પંથકમાં ગામડાઓમાં વીજ ચેકીંગ અર્થે દરોડા પાડીને ૧૧.૭૦ લાખની મસ મોટી વીજચોરી ઝડપી લેતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો.

ભાવનગર જિલ્લાનાં તળાજા પંથકમાં સતત આવતા વીજ લોસનાં પગલે પીજીવીસીએલ પાલીતાણા ઝોનની ૪૦ ટીમો એક સાથે ગ્રામ્ય પંથકમાં ત્રાટકી હતી ૨ પીઆઈ ૧૫ પોલીસ જવાનો અને એકસઆર્મીની ફોજ સાથે વીજ કંપનીની અલગ અલગ ટીમો તળાજા પંથકનાં બોરડા, પાંચ પીપળા, રાજપરા, ભાલર, ભુંગર, પશવી, કુંડવી સહિત ગામોમાં ત્રાટકી હતી અને ઘર વપરાશ તથા ખેતીવાડીનાં કનેકશનો ચેક કર્યા હતા.

વીજ કંપની અધિકારીઓ ડી.ડી.જોશી, એમ. એમ. સૈયદની આગેવાનીમાં ત્રાટકેલી અલગ અલગ ટીમોએ ઘર વપરાશનાં કુલ ૪૨૭ કનેકશનો ચેક કર્યા હતા જેમાંથી ૧૦૫ કનેકશનોમાંથી વીજ ચોરી ઝડપાયેલ જ્યારે ખેતીવાડીનાં ૧૦ કનેકશનો ચેક કરાયા જેમાંથી બે કનેકશનોમાં ગેરરીતી બહાર આવતા કુલ ૧૦૭ આસામીઓ પાસેથી ૧૧.૭૦ લાખની વીજ ચોરી ઝડપાઈ જવા પામેલ.

તળાજા પંથકમાં વ્યાપક વીજ દરોડાથી વીજ ચોરોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો અને વહેલી સવારે કોઈને મોકો પણ આપવામાં આવ્યો ન હતો.

Previous articleબાડી ગામે ચાલતા ખેડુતોનાં ધરણાની છાવણીની મુલાકાતે કોંગી આગેવાનો
Next articleમુંબઈ બોંબ ધડાકામાં સામેલ અહેમદ લંબુ આખરે ઝડપાયો