ઘોઘાના કણકોટ ગામે રહેતા એક યુવાનનું શંકાના આધારે ભીકડા ગામના બે શખ્સોએ અપહરણ કરી ઢોર મારમારી મોત નિપજાવતા પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી આજરોજ સરાજાહેર કાયદાનું ભાન કરાવ્યું હતું.
કણકોટ ગામે રહેતા શબ્બીર અનવર મોવરનું અનૈતિક સબંધની આશંકા સાથે ભીકડા ગામે રહેતા વિશાલ ઝાલા રબારી તથા રાજુ ઉર્ફે રજ્જો રામ રબારીએ અપહરણ કરી ઢોર માર મારતા અપહૃત યુવાને સારવાર દરમિયાન દમ તોડ્યો હતો આ આરોપીઓને ઘોઘા પોલીસે ઝડપી લઈ ત્રણ દિવસના રીમાંડ મેળવ્યા હતા જેમા આજે બંન્ને આરોપીઓનું વાળુકડ ગામે સરઘસ કાઢી જાહેરમાં ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું તથા આવારા તત્વોને સબક મળે અને કાયદા કાનુનનો પરિચય આપ્યો હતો આ કામગીરીમાં ઘોઘા પોલીસ મથકના પી.એસ.આઈ. એસ.એમ. રાણા પો.કો.કો.કે.એન. ગોહિલ ડી.એન. ગોહિલ મહાવિરસિંહ ગોહિલ અજીતસિંહ મોરી સહિતનો સ્ટાફ જોડાયો હતો.