પાલિતાણામાં ત્રણેક ઈમારતો જર્જરીત, પડવાની શકયતા

941

પાલિતાણા પંથકમાં સતત બીજા દિવસે પણ મેઘરાજા મન મુકી વરસ્યા જેથી શહેરીજનો ખેડુતોમાં આનંદની લાગણી વ્યાપી હતી. આજે આખો દિવસ દરમ્યાન નોંધાયેલ વરસાદ પ્રમાણે ૩૯મી.મી. પડ્યો છે. જયારે શેત્રુંજયડ ડેમની સ્થિતિ ર૩.૪ ફુટની સપાટીએ પહોંચયો છે. આજે પણ અમુક ગામડામાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં અને ઠાડચ રાજપરા ગામે રહેણાંકી મકાનની દિવાલ એકસાઈડની પડી હતી પરંતુ કોઈ જાનહાની થવા પામી ન હતી.  પાલીતાણામાં નગરપાલિકાએ છેલ્લે ત્રણ ઈમારતો અતિ જ ર્જરીત છે તેમને નોટીસ આપી છે તેમાં મહાલક્ષ્મી મંદિરબાજુની ઈમારતો અતિ જર્જરીત છે. આજુબાજુના દુકાનદારો છેલ્લા એકાદમાસથી ન.પા.ને જાણ કરી રજુઆત કરેલ પરંતુ ન.પા.માં પેધી ગયેલ કર્મચારી આળસ ખંખેરી ન હતી. જો કોઈ જાનહાની થાય તો કોન જવાબદાર ? હજુ પણ ઈમારતો ઉતરાવવાની કોઈ કામગીરી ન.પા.ના ચીફ ઓફીસર દ્વારા થઈ નથી આમ ત્યાંથી પસાર થતા લોકો જીવના જોખમે ત્યાંથી પસાર થાય છે અને આ જગ્યા અતિ ભરચક રહે છે.

Previous articleઠાડચ ગામે મકાનની દિવાલ ધરાશાયી
Next articleશહેરના જુદા જુદા વિસ્તારોમાં પાંચ મહાકાય વૃક્ષો ધરાશાયી