ઢસા ખાતે ઓરી, રૂબેલા રસીકરણ કાર્યક્રમ યોજાયો

1633

ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલાં પોલિયો અભિયાન ને સફળતા પુર્વક દેશના ખૂણે ખુણામાં પહોચાડી દેશના બાળકોને પોલિયો મુક્ત કરવા સમહદઅંશે સફળતા સાંપડી છે. ત્યારે ભારત માં એક આંકડા મુજબ દર વર્ષે ઓરીનીનો ભોગ બની ૫૦ હજાર બાળકોનું મુત્યુ થયું હોય છે. જેને ધ્યાને લય ભારત ના ૧૫ રાજ્યોમાં રૂબેલ અને ઓરીની રસીની મુકવામાં આવી છે. ત્યારે આજ થી દોઢ મહીના સુધી ૯ મહીનાથી ૧૫ વર્ષ ના બાળકો ને ગુજરાત ભરમાં રસી મુકવામાં આવશે અને આ રસીની કોય પણ જાતની આડઅસર નથી.તેથી દરેક માતાપિતાને પોતાના બાળકો ને રસી પીવડાવવા ની ડોક્ટર. ચીરાગ મકવાણા દ્વારા અપીલ કરાયેલ.

આજરોજ ગઢડા તાલુકાના ઢસા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢસા જંક્શન દ્વારા એમ.આર.કેમ્પઈની શરૂઆત કરવામાં આવી હતી. જેનાં ભાગરૂપે ઢસા જંકશન ખાતે ત્રણ શાળા ઓમાં ૮૮૦ જેટલાં બાળકોને એમ.આર.ની રસી મુકવામાં આવી હતી. ડોક્ટર.ચીરાગ મકવાણા દ્વારા તમામ શાળાઓમાં ખાસ ધ્યાન રાખવા માં આવેલ ત્યારે રસી ની આડઅસર નો એક પણ બનાવ બનવા પામ્યો ન હતો.

રૂબેલા અને ઓરી રસી ન મૂકવાની  ચાલી રહેલી અફવાઓને ખંડન કરતાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢસાના ડો.ચીરાગ મકવાણા એ જણાવ્યું હતું કે આ રસીની  કોઈપણ પ્રકારની  આડ અસર થતી નથી કે રસી થી કોઈ ખાંડ-ખાંપણ.ખરાબ અસર  પણ થતી નથીં  ખાસ કરીને ખોટી અફવાઓ થી  ગભરાવું નહીં.

Previous articleજાફરાબાદનાં સોખડા, વઢેરા, રોહીસા, ધારાબંદર સહિતનાં ગામો વરસાદનાં પગલે વિખુટા પડ્યા
Next article૨૮% GST‌ના ભારણથી પેઈન્ટ્‌સના ઉદ્યોગ પર સંકટ