મોટી પાણીયાળી કેન્દ્રવર્તી શાળામાં ૫૧ હજારનું દાન

863

પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ.શાળામાં મારૂતી ડિયામ અને વૈદેહી ફાઉન્ડેશન ભાવનગર દ્વારા શાળાનાં પ્રાર્થના હોલ અને પીવાના પાણીનાં ટાકા સુધી તથા આંબેડકર હોલ એમ ઉંચાઈ ઉપર આવેલ શાળાની ત્રણ જગ્યાએ રૂપીયા ૩૧૬૧૦ના ખર્ચે પગથીયા બનાવી આપવામાં આવેલ જેનાથી આ ત્રણે જગ્યાએ જવા માટે શાળાનાં બાળકોને પડતી મુશ્કેલી દુર થઈ છે. જ્યારે રામાપીર આખ્યાન મંડળ મોટી પાણીયાળી દ્વારા શાળાની વિવિધ જરૂરિયાતો માટે રૂપીયા ૨૦,૦૦૦નું દાન શાળાને આપવામાં આવેલ આમ કુલ મળીને શાળાને રૂપીયા ૫૧૬૧૦નું દાન મળેલ છે. મારૂતી ડિયામ પરિવાર અને રામાપીર આખ્યાન મંડળ મોટી પાણીયાળીના સેવા ભાવના અને શાળાના બાળકો માટે તેમના હેતુ વિનાના હેતને શાળાનાં આચાર્ય બી.એ.વાળા દ્વારા બિરદાવવામાં આવેલ.

Previous articleધંધુકાની વિમલમાતા હાઈસ્કુલ ખાતે તાલુકા કલા મહાકુંભ યોજાયો
Next articleજાફરાબાદના વઢેરા ગામે પૂરપિડીતો માટે અલ્ટ્રાટેક દ્વારા મેડિકલ કેમ્પ