ગુજરાતની અંકિતા રૈનાએ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

1247

ગુજરાતના અમદાવાદમાં જન્મેલી અને ભારતની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી અંકિતા રૈના મહિલાઓના સિંગ્લ્સની સેમીફાઈનલ હારી ગઈ. તેને ચીનની શુહાઈ ઝેંગે ૬-૪, ૭-૬ (૮-૬)થી હરાવી. ટેનિસમાં સેમીફાઈનલ હારનારી ખેલાડીને બ્રોન્ઝ મેડલ મળે છે. આમ અંકિતાએ દેશને વધુ એક મેડલ અપાવ્યો. ગુરુવારનો ભારતનો આ પહેલો મેડલ પણ છે. આ સાથે ભારતના મેડલની સંખ્યાં ૧૬ પર પહોંચી ગઈ છે. જેમાં ચાર ગોલ્ડ, ૩ સિલ્વર અને ૯ બ્રોન્ઝ મેડલ સામેલ છે.

અંકિતા રૈનાએ પહેલા સેટની દમદાર શરૂઆત કરી પરંતુ પહેલી ૩ ગેમ બાદ તેણે લય ગુમાવી દીધી અને શુહાઈ ઝેંગે આ સેટ ૬-૪થી જીતી લીધો. બીજા સેટમાં બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી અને મુકાબલો ટાઈબ્રેકર સુધી પહોંચી ગયો. ટાઈબ્રેકરમાં એક સમયે શુહાઈ ઝેંગ ૬-૩થી આગળ હતી પરંતુ અંકિતાએ સતત ૩ મેચ પોઈન્ટ બચાવીને સ્કોર ૬-૬ કરી લીધો. જો કે ત્યારબાદ તે કોઈ અંક મેળવી શકી નહીં. શુહાઈ ઝેંગે સતત બે અંક જીતીને મેચ પોતાના નામે કરી લીધી.

Previous articleએક પક્ષીય મુકાબલામાં સાઈનાનો વિજય, સિંધુને કરવી પડી મેહનત
Next articleભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીએ આંતરરાષ્ટ્રીય ટી-૨૦માંથી લીધો સંન્યાસ