બોટાદ ખાતે ટોબેકોમુક્ત શાળા કાર્યક્રમ યોજાયો

1099

શાળા તમાકુ મુક્ત બને અને તમાકુના વ્યસનથી લોકજાગૃતિ આવે તે હેતુથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.ઓ. માઢક અને ઈ.એમ.ઓ. ડો.ચૌહાણના માર્ગદર્શનથી તા.ર૪-૮-ર૦૧૮ના રોજ બોટાદમાં હનુમાન ગેટ વિસ્તારમાં આવેલ પંડિત દિનદયાળ પ્રાથમિક શાળા નં.૧માં તમાકુમુક્ત શાળા બને તે માટેની પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

જેમાં બાળકો સાથે તમાકુ વિશેની ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને સંગીત-ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

Previous articleકોટેશ્વર મહાદેવ મંદિર રાજુલા ખાતે શિવમહાપુરાણની પૂર્ણાહુતી
Next articleરાજુલા કોર્ટમાં નોકરી કરતા રજીસ્ટરનો સળગેલી હાલતે મૃતદેહ મળતા ચકચાર