સનાતન પ્રા. શાળા, બાલમંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની થયેલી ઉજવણી

1025

ભાવનગર શહેરની સનાતન ધર્મ પ્રા.શાળા કૃષ્ણ જન્મોત્સવ અને મટકીફોડનો કાર્યક્રમનું આયોજન શાળાના પૂર્વ વિદ્યાર્થી ગોપાલભાઈ દવેના મુખ્ય મહેમાન પદે યોજવામાં આવેલ.

આ પ્રસંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી મનોજભાઈ ઠક્કર, મસ્તરામભાઈ દુધરેજીયા, અશોકભાઈ પઢારીયા, કે.આર. દુધરેજીયા હાઈસ્કુલ વિભાગના ઈ.ચા. આચાર્ય દાફડા તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય જયંતિભાઈ મકવાણા, સમગ્ર શિક્ષક-વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ કૃષ્ણ ચરિત્ર દર્શાવતી સાંસ્કૃતિક કૃતિ સ્ટેજ પર રજૂ કરેલ. જેમાં નૃત્યનાટિકા, રાસ, કૃષ્ણગીત, ગણેશસ્તુતિ અને મટકીફોડ જેવી સુંદર કૃતિમાં સુંદર વેશભુષા અને ડ્રેસીસ દ્વારા ખુદ શ્રી કૃષ્ણ ગોકુળમાં આવી રાસલીલા કરી હોય તેવી એ સમયની અનુભુતિ કરાવેલ. કાર્યક્રમને નિહાળવા વાલીગણ પણ ઉપસ્થિત રહેલ અને પ્રોત્સાહન આપેલ આ કૃષ્ણ જન્મોત્સવમાં ભાગ લેનાર તમામ ૩૦ બાળકોને શાળા તરફથી શિલ્ડ આપી સન્માનિત કરેલ. આ સાથે ગોપાલભાઈ તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર સ્ટાફને પ્રસાદી સ્વરૂપે મીઠાઈ આપી સૌને મીઠુ મોં કરાવેલ.

આ કાર્યક્રમની સ્ટેજ વ્યવસ્થા દિપ્તીબેન માંડળીયા, ચંદ્રિકાબેન ચુડાસમા, મનિષાબેન દુધરેજીયા, યોગીતાબેન ગોહેલ કરેલ. પ્રાસંગિક ઉદ્દબોધન ઉષાબેન ભટ્ટે કરેલ. કાર્યક્રમનું તમામ સંચાલન યોગીતાબેન ગોહેલ કરેલ. મટકીફોડ કાર્યક્રમમાં એસ.ડી. જાની, ઈન્દીરાબેન જાનીના માર્ગદર્શન દ્વારા તૈયાર કરેલ.

Previous articleઓમ સેવા ધામે ૧૦૮ બાળકૃષ્ણ સાથે વડીલો બન્યા ભાવ વિભોર
Next articleગુજરાતના દસ આર્ટીસ્ટોનું રાજ્યપાલના હસ્તે સન્માન