ઉમેદવારો અને તેમના સ્વજનોના બેંક ખાતા પર વોચ રાખવામાં આવશે

836
gandhi28102017-6.jpg

રતના ચૂંટણી પંચ દ્વારા તા. ૨૫મીએ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજવાની જાહેરાત કરી તેની સાથે આચાર સંહિતા અમલમાં આવી છે. હવે આચાર સંહિતાના આદર્શ પાલન માટે જિલ્લા ચૂંટણી તંત્ર કામે લાગ્યું છે. ત્યારે પંચ દ્વારા ચૂંટણી લડનાર ઉમેદવાર માટે સત્તાવાર પ્રચાર ખર્ચ સંબંધે પણ અલગ બેંક ખાતુ ખોલાવવાનું ફરજિયાત કરાયું છે.
સાથે જ ઉમેદવાર અને તેના સ્વજનોના બેંક ખાતાઓમાં થતાં નાણાકિય વ્યવહારો પર પણ નજર રાખવામાં આવશે અને ૧ લાખથી વધુ રકમના વ્યવહાર જણાશે તો બેંક દ્વારા પંચને જાણ કરાશે. તે સંબંધેની તપાસમાં કોઇ વ્યવહારો શંકાસ્પદ જણાશે તો વિગતો માગવામાં આવશે અને કાયદેસર પણ કરાશે. રાજ્ય નિર્વાચન આયોગ તરફથી આ સંબંધે વ્યવસથા ગોઠવી લેવા જિલ્લા તંત્રને જણાવી દેવાયું છે.
લાંબા સમયથી ઓછા વ્યવહારો થતા હોય અને અચાનક લેવડ દેવડ શરૂ થશે તેવા ખાતા પર વોચ રખાશે
જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર એચ એમ જાડેજાએ જણાવ્યું કે ઉમેદવારના બેંક ખાતા કે તેમના સ્વજનોના બેંક ખાતા ઉપરાંત ચોક્કસ વ્યક્તિના ખાતામાં ચોક્કસ રકમના સતત વ્યવહાર થતાં જોવામાં આવે અને તે શંકાસ્પદ જણાય તો પણ બેંક અધિકારીઓએ તેની માહિતી આપવાની રહેશે. વિશેષરૂપે તો ૧ લાખ કે તેનાથી વધુ રકમના વ્યવહારો પર નજર રખાશે. તેમાં પણ કોઇ ખાતામાં લાંબા સમયથી વ્યવહારો થયા ન હોય અને અચાનક લેવડ દેવડ શરૂ થવાના કિસ્સામાં વોચ રાખવા નિર્વાચન આયોગ દ્વારા તાકીદ કરવામાં આવી છે.