પાલિતાણાના આદપુર ગામના બે શખ્સોની મુંબઈ પોલીસ દ્વારા અટકાયત

1135

પાલિતાણાથી સાત કી.મી. દુર આવેલ આદપુર ગામના બે યુવાનો દ્વારા સાયબર ગુન્હો કરતા મુંબઈની સાયબર ક્રાઈમ પોલીસ થાના વાન્દ્રાકુલ મુંબઈમાં તા. ૧૪-૯-ર૦૧૮ના રોજ રૂા. ૩પ લાખનું માસ્ટર પે કંપની સાથે ચીટીંગ થયાની ફરિયાદ  દાખલ કરાય જેમાં મુંબઈ પોલીસે ગણતરીના દિવસોમાં ગુન્હાનો ભેદ ઉકેલી પાલિતાણા પહોંચી અને જે કંપની સાથે ચીટીંગ થયું તે કયાંથી થયું તે શોધતા આદપુર પહોંચી મુંબઈ સાયબર ક્રાઈમ પોલીસએ બે વ્યકિતને પુછપરછ માટે ઉઠાવી અને તે વ્યકિતના મોબાઈલ સહિતના તમામ સાહિત્ય જપ્ત કર્યા તપાસ હજુ ચાલુ છે પરંતુ આ ગુન્હામાં આદપુરના ૬ ધોરણ ભણેલા મહેશ દામજી જાદવ (ઉ.વ.ર૭) તથા મુન્ના ધનાભાઈ સોલંકી (ઉ.વ.૩પ) જે ર ધોરણ ભણેલા જેના મોબાઈલ દ્વારા કંપની પાસેથી રીચાર્ઝ કરતા હોય ત્યાર બાદ તે બેલેન્સ પરત લઈ લેતા હોય તેવું મુંબઈ પોલીસ દ્વારા જાણવા મળેલ છે. મુંબઈ પોલીસના પાલિતાણામાં બે દિવસથી ધામા હતાં. અનેકને પુછપરછ માટે બોલાવ્યા હોવાનું જાણવા મળેલ છે. ઓનલાઈન ફોર્ડના કિસ્સા વધતા જાય છે ત્યારે આદપુરના યુવક પાસે  પહોંચવા મુંબઈ પોલીસને આધારકાર્ડના કારણે તમામ માહિતી મળી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળેલ છે. ઉપરોકત બંને યુવાનના બેંક ડીટેલ્સ ચેક કરી પરિવારના સભ્યના બેંકનું સાહિત્ય કબ્જે લીધું હોવાનું નજીકના વર્તુળ પાસેથી જાણવા મળેલ છે. કોમ્પ્યુટર એકક્ષપર્ટને પુછતા તેમણે જણાવ્યું કે ઘણી કંપની સોફટવેર બનાવે છે તેમાં કંઈક અંશેે ભુલ રહી જતી હોય જેથી જ આવી રીતે પહેલા રૂા. જમા કરીયા બાદ બેલેન્સ આવે અને ટેકનીકલ ક્ષતીને કારણે રૂા. પણ પરત મેળવી શકીયે..! જ ે કંપનીની મોટી ભુલ ગણાય ઠગ બાજોઆનો ગેરલાભ લઈલે અને ચુનો ચોપડે ઓનલાઈન આવી કંપનીના રૂા. જમા કર્યા બાદ ૧ર, ર૪ કલાક બાદ જ અપડેટ મળે ત્યાં સુધીમાં સાઈબર ક્રાઈમ કરનાર ભેજા બાજ ગુન્હો આચરી લેતા હોય છે. આ ગુન્હા  બાબતે  છ પોલીસ અધિકારી સહિતની ટીમ આવી છે જે તમામ પ્રકારે ેસાઈબાર ક્રાઈમ ઉકેલવા માટે નિષ્ણાંત છે તે આદપુર બે પ્રાઈવેટ વાહન મારફતે ગયા અને એક પછી એકને ઉઠાવ્યાનું જાણવા મળે છે હજુ તપાસ ચાલુ છે કયાં સુધી પહોંચે છે તે આવનાર સમય જ બતાવશે. બંને યુવકના પરિવારજનો સામાન્ય મજુરી કરી રહ્યા નું જાણવા મળેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર આ કંપની સાથે બંને યુવક આઠ માસથી આ વ્યવહાર કરી રહ્યાનું જાણવા મળેલ છે આ પરથી ખ્યાલ આવે કે ડીઝીટલ વ્યવહારો આર્શીવાદ કે અભિક્ષાપ?

Previous articleનરેન્દ્રસિંહ ચુડાસમાએ માઉન્ટ હનુમાન ટીંમ્બાનું ૧૮૯૩૩ ફુટ શીખર આરોહણ કર્યુ
Next articleરાણપુરમાં નળ-ગટર લાઈન ભળી જતા રોગચાળાની ભીતિ