સિહોર સંપ્રદાય ઔ.બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા વય વંદના, સન્માન સમારોહ યોજાયો

1175

સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ જ્ઞાતિ ભાવનગર દ્વારા વયવંદના, લક્ષ્મીનારાયણ દંપતિ ઈનામ વિતરણ, પ્રતિભા સન્માન સમારોહ એન.એચ. ત્રિવેદીનાં અતિથી વિશેષ પદે યોજાયો હતો.

સૂરભી પંડ્યાની પ્રાર્થનાથી શરૂ થયેલ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન પ્રમુખ કિરીટભાઈ પંડ્યાએ કરેલ જ્યારે ઉપપ્રમુખ જયેશભાઈ દવેએ પ્રાસંગીક પ્રવચન કર્યુ હતું મંત્રી ઈન્દુભાઈ દવેએ સંસ્થા પરિચય આપેલ સી.બી.આઈ જજ જે.કે. પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં સંઘવી બી.એડ. કોલેજનાં પ્રાચાર્ય ડો.મનહરભાઈ ઠાકર, ભાવ.યુનિ.નાં કુલપતિ ડો.ગીરીશભાઈ વાઘાણી મ્યુ.શાસક પક્ષ નેતા પરેશ પંડ્યા, ટ્રસ્ટી, મૌલિક બધેકા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વિશિષ્ટ સન્માન ઉપરાંત ધો.૧ થી ૧૨નાં તેજસ્વી વિદ્યાર્થીઓ ઉપરાંત રાજ્યકક્ષાએ સિધ્ધિ પ્રાપ્ત કરનાર પ્રતિભાઓનું મોમેન્ટો આપી સન્માન કરાયેલ.

સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા અજયભાઈ પંડ્યા, જયેશભાઈ દવે, હિતેષભાઈ કનાડા, શૈલેષભાઈ વ્યાસ, મહીલા પાંખની બહેનો, યુવા પાંખનાં હોદ્દેદારો તથા સભ્યોએ જહેમત ઉઠાવેલ.