આવતીકાલથી પ્રારંભ થતાં ભાદ્રપદ માસનાં કૃષ્ણપક્ષનાં પખવાડિયાનાં દિવસોનું સંક્ષિપ્ત  પંચાંગ અવલોકન

1944

આવતીકાલ તા.૨૬ સપ્ટેમ્બર ૨૦૧૮ (વિ.સં.૨૦૭૪ શા.શા.૧૯૪૦ જૈન વી.સં. ૨૫૪૪ શરદઋતુ તથા દક્ષિણાયન)થી પ્રારંભ થતો ભાદ્રપદ માસનો કૃષ્ણ (શ્રાધ્ધ)પક્ષ તા.૯-૧૦-૨૦૧૮નાં રોજ અમવાસ્યાને દિવસે પૂર્ણ થશે.

સામાન્ય દિન વિશેષતાની દ્રષ્ટિએ જોતાં આ પક્ષમાં ખાસ કરીને તા.૨૬ દ્વિતીયા (બીજી)નું શ્રાધ્ધ તા.૨૭ તૃતીયા (ત્રીજ)નું શ્રાધ્ધ તથા સૂર્યનો હસ્ત નક્ષત્રમાં (હાથીયો)પ્રવેશ તા.૨૮ ચતુર્થી (ચોથ)નું શ્રાધ્ધ સંકટ ચતુર્થી (ભાવનગર-ચન્દ્રોદયનો સમય ક.૨૦ મિ.૫૯)તા.૨૯ પંચમી (પાંચમ)નું શ્રાધ્ધ કૃતિકા શ્રાધ્ધ તા.૩૦ ષષ્ઠી (છઠ)નું શ્રાધ્ધ છઠ્ઠનો ક્ષય છે તા.૦૧ અપ્તમી (સાતમ)નું શ્રાધ્ધ તા.૨ મહાત્મા ગાંધી જચયંતી કાલાષ્ટમી અષ્ટમી (આઠમ)નું શ્રાધ્ધ તા.૩ નવમી (નોમ)નુ શ્રાધ્ધ અવિધવા નવમી તા.૪ દશમી (દશમ)મું શ્રાધ્ધ  તથા  ગુરૂપુષ્યામૃત સિધ્ધ યોગ (સુર્યોદય થી ક.૧૯ મિ. ૪૯ સુધી)તા.૫ ઈન્દિરા એકાદશી એકાદશી (અગિયારસ)નું શ્રાધ્ધ તા.૬ રેટીયા બારસ સન્યાસિનાં મહાલય શનિપ્રદોષ મધા શ્રાધ્ધ વ્દાદશી (બારસ)નું શ્રાધ્ધ તા.૭ ત્યોદશી ચતુર્દશી (તેરસ ચૌદસ)નું શ્રાધ્ધ જેમનું શસ્ત્રોથી મૃત્યુુ થયુ હોય તેમનું શ્રાધ્ધ તથા માસિક શિવરાત્રી તા.૮ સર્વપિત્રી અમાવાસ્યા સોમવતી અમાસ તેમજ પૂનમ અમાસનું શ્રાધ્ધ તથા તા.૯નાં રોજ માતામહ શ્રાધ્ધ તથા મહાલય (શ્રાધ્ધ)સમાપ્તિ છે. આ પક્ષમાં ‘પંચક’તા.૨૬ (ક.૨૫ મિ.૫૫)નાં રોજ પૂરૂ થાય છે. જ્યારે ‘વિછુડો’પક્ષશ્રમાં આવતો નથી.

શ્રાધ્ધ પક્ષનાં કારણે સ્વાભાવિક છે કે આ દિવસો દરમિયાન લગ્ન વિવાહ વાસ્તુ પૂજન કળશ કાત ઉપનયન કે એવા અન્ય માંગલિક પ્રસંગો આયોજન ન થાય તેનાં કોઈ શૂભ મુર્હુત આ પક્ષમાં તો નથી જ  પણ તા.૧૨ ડિસેમ્બર ૨૦૧૮ (માગશર સુધી ૫ બુધવાર)પહેલાં લગ્નનાં પોઈ જાતનાં જાતનાં શુભ મુર્હુતો નથી આવતા મતલબ કે આવતા વર્ષે લગ્નસિઝન તા.૧૨ ડિસેમ્બર પછી જ શરૂ થશે હાલ શ્રાધ્ધ પક્ષ ચાલતો હોવાથી બંને ત્યાં સુધી મુસાફરી પ્રયાણ મહત્વની ખરીદીકે એવા અન્ય અગત્યનાં કાર્યો મુલતવી રાખવા તેમ છતાં અનિવાર્ય સંયોગોમાં અતિ જરૂરી હોય તો તા.૧૪-૯-૧૮નાં રોજ ગુરૂ પુષ્યા વૃત્ર સિદ્ધિ યેતા’સુર્યોદયથી ક.૨૦ મિ. ૪૯ સુધી આવે છે. મહત્વનાં શુભ કાર્યો ગુરૂવારનું પુષ્ય નક્ષત્ર હોવાથી આ દિવસે થઈ શકશે અલબ્ત પુષ્ય નક્ષત્રમાં વિવાહ (લગ્ન)વર્જય છે. ગ્રામ્ય પ્રજા તથા ખેડુત મિત્રોને સારા પાક માટે તથા તે દ્વારા સારા આર્થિક લાભ માટે અહિં આપવામાં આવતા શુભ મુર્હુતોનો લાભ લેવા સૂચન છે આ પક્ષમાં હળ જોડવા માટે તા.૨૬-૨૭ તથા ૦૪, ખાસ કરીને અડદ ઝાકરી લાલ તલ, જુવાર ગાજર, ટામેટા, ફલાવર કોબી, મુળા, કાળામગ, તુવેર, ભીંડા તથા તેવા અન્ય વાવેતર (વાવણી રોપણી કે બીજ વાવવા)માટે તા.૨૬-૨૭-૦૪-૦૫ તથા ૦૭ અનાજની કાપમી લણણી તથા નિંદામણ માટે તા.૧-૪-૫, જાનવરોની લેવડ દેવડ માટે તા.૨૭ તથા ૪, ખેતીવાડીને સંબંધિત મહત્વની ખરીદી માટે તા.૨૬ ૨૭ તથા માલ વેચાણ માટે તા.૫ તથા નવસ્થાન ઉપર પ્રથમવાર ખેતી શરૂ કરવા માટે તા.૨૭ તથા ૪ તેમજ થ્રેસર ઉપનેર દ્વારા ધાન્ય ભૂસા માટે તા.૨૬ ઉત્તમ શ્રેષ્ઠ મુર્હુતો છે તો ખેડુત ોમિત્રોએ આ દિવસોનો ખાસ લાભ લેવા અનુરોધ છે. ગોચરનાં ગ્રહોનાં ભ્રમણનું અવલોકન કરતાં સૂર્ય કન્યામાં ચંદ્ર મીનથી કન્યા પર્યત, મંગળ મકરમાં, બુધ કન્યા તુલામાં, ગુરૂ તુલામાં, શુક્ર તુલામાં, શનિ ધનમાં, રાહુ કર્કમાં, તથા કેતુ મકરમાં, ભ્રમણ કરસે શુત્ર સ્વગ્રહી મંગળ ઉચ્ચ, સૂર્ય ‘નીચ’તથા શનિ પણ અન્યોન્ય થકી નીચ બને છે. ખગોળ રસિકો તા.૩૦નાં રોજ ચન્દ્ર રોહિણીની યુતિ વાતાવરણ ચોખ્ખુ હશે તો માણી શકાશે. હવે ઓકટોબર ૨૦૧૮માં બુધનું ભ્રમણ તુલા રાશિમાં થશે બુધનાં આ અંદાજે એક માસ પરિભ્રમણની રાશિવાર અસરો સંક્ષિપ્તમાં જોઈએ તો મેષ રાશિ (અ.લ.ઈ)ધરાવતાં લોકોને નાદુરસ્તી ભય ચિંતા, વૃષભ રાશિને કૌટુમ્બિક પ્રશ્નોનો ઉકેલ, મિથુન રાશી વાળી વ્યક્તિઓને વિજાતીય વર્ગથી લાભ કર્ક, જાતકોનાં વિઘ્નસંતોષી વર્ગને પોતાનાં ષડયંત્રોમાં પીછેહઠ નિષ્ફળતા, સિંહ રાશીને શોક હાનિ કષ્ટ, કન્યા રાશીને વ્યક્તીઓને લાભદાયક કારોબાર, તુલા રાશી વાળાને વિવાદ અશાંતિ, વૃશ્ચિક જાતકોને લાભદાયક પ્રવાસ, ધન રાશીને સ્પર્ધામાં અસફળતા, પારીવારીક પ્રશ્નોનાં રાહત, અવિવાહિતોને વિવાહની વાટાઘાટોમાં પ્રગતિ, મકર રાશી ધરાવતા વર્ગ નવા આયોજનો અમલી બનતાં ભાવિવિકાસને અવકાશ કુંભ રાશિને વિચારવાયુ તથા ઉશ્કેરાટથી હાનિ, મીન રાશીને પ્રવૃત્તિઓમાં પ્રગતિ, ભાગીદારોનો સહકાર તથા અપરીણિત વર્ગ માટે વિવાહ બાબતની વાતચીતમાં પ્રગતિ થાય.  પ્રતિકુળતાઓથી બચવા માટે પોતાના કુળ સ્વામીની માતાજીની ઉપાસના તથા બુધવારના હળવા એકટાણા કરવાથી તથા જૈન મિત્રોએ શંખેશ્વરા પાર્શ્વનાથજીની (લીલા રંગની)માળા (નવકારવાળી)થી ઉપાસના કરતા રહેવાથી અવશ્ય રાહ પ્રાપ્ત થાય.  ભાદ્રપદ માસનો કૃષ્ણપક્ષ શ્રાધ્ધ પક્ષ પિતૃપક્ષ હોવાથી આ દિવસો દરમિયાન માંગલિક કાર્યો નિષધ્ધ છે આ પક્ષમાં પોતાનાં પિતઓની તૃપ્તિ માટે રોગીઓની સેવા દાન પૂણ્ય તર્પણ બ્રહ્મભોજન પક્ષીઓને ચણ ગાયને ઘાસ તથા ગરીબોને કરવા જરૂરત મંદ વ્યક્તિઓને અન્નદાન વસ્ત્રદાન કે યથાશક્તિ કોઈપણ દાન કરવાનું વિશેષ મહાત્મ્ય છે.