તા. ર૩-૯-ર૦૧૮ને રવિવારના રોજ ભાવનગર જિલ્લા જેલ ખાતે ડો. સુનિલ મહેતા (પ્રમુખ, જગદીશ્વર ફાઉન્ડેશન) દ્વારા મહાત્મા ગાંધીજી અને પ્રાકૃતિક ચિકિત્સા આજના સંદર્ભમાં વિષય પર વકતવ્ય યોજાયું. તેમજ ડો.પ્રશાંત આસ્તીક (પ્રમુખ નેચરોપેથી ડોકટર્સ એસો. દ્વારા નેચરોપેથીની સામાજીક ઉપયોગીતા તથા માનવ સ્વાસ્થ્ય કલ્યાણ વિષય પર પ્રાસંગીક પ્રવચન યોજાયું. આ પ્રસંગે ડો. પ્રવિણ સાલંકી તથા ચૌધરી સંધ્યા તથા અધીક્ષક તથા જેલના કેદી ભાઈઓ તથા જેલના સ્ટાફ દ્વારા આ પ્રાકૃતિક ચિકિત્સાના પ્રોગ્રામને બિરદાવવામાં આવ્યો આ પ્રસંગે આભારવિધિ ચૌધરી દ્વાર કરવામાં આવી હતી.