દેશભરમાં દવાઓના થઈ રહેલા ઓનલાઈનના વેચાણના વિરોધમાં આજે અપાયેલા દેશવ્યાપી બંધના એલાનમાં ભાવનગર કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન જોડાયું હતું. અને તમામ મેડીકલ સ્ટોરે આજે બંધ પાળ્યો હતો. અને સુત્રોચ્ચાર કર્યા હતાં.
છેલ્લા કેટલાયે સમયથી દવાઓનું ઓનલાઈન વેચાણ કરાઈ રહ્યું છે. અનેક કંપનીઓ દ્વારા દવાના ઓનલાઈન વેચાણના પગલે કેમીસ્ટોના ધંધામાં અસર થઈ હોવા ઉપરાંત લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે. ડોકટરના પ્રિસ્કીસ્પશન વિના દવાઓ લેવી તે જોખમ કરાક હોવા છતાં આવી દવાઓનું ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે. જેને બંધ રાવવા માટે કેન્દ્ર સરકારમાં અવાર-નવાર રજુઆતો કરવા છતા બંધ કરાવાતી ન હોય કેમીસ્ટોએ આજના દેશવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર કેમીસ્ટ એસોસીએશન પણ જોડાયું હતું. અને શહેરના તમામ મેડીકલ સ્ટોર બંધ રખાયા હતા જેના કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જો કે વૈકિલ્પક વ્ય્વસ્થાના ભાગરૂપે કોમરેડ મેડીકલ ખુલ્લુ રાખવામાં આવ્યું હતું. આ બંધને સફળ બનાવવા ભાવનગર કેમીસ્ટ એસો.ના પ્રમુખ દિગ્પાલસિંહ રાણા ઉપપ્રમુખ તુષારભાઈ બેલાણી, હરકીશન મહેતા સેક્રેટરી ભાવેશભાઈ વોરા તથા કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.