ભારત ફરીવાર એશિયા કપ  ચેમ્પિયન

1513

 

(સંપૂર્ણ સમાચાર સેવા)દુબઇ,તા. ૨૯

દુબઇના ઐતિહાસિક મેદાન પર રમાયેલી એશિયા કપ ક્રિકેટની અતિ રોમાંચક અને દિલધડક ફાઇનલ મેચમાં ભારતે છેલ્લા બોલ પર જીત મેળવીને એશિયા કપ જીતી લેવામાં સફળતા મેળવી હતી. ભારતને છેલ્લી ઓવરમાં છ રનની જરૂર હતી અને તમામ કરોડો ક્રિકેટ ચાહકોના ધબકારા વધી ગયા હતા. ભારત છેલ્લી ઘડીએ મેચ જીતી શકશે કે કેમ તેને લઇને ચાહકોમાં મથામણ ચાલી રહી હતી પરંતુ ભારત તરફથી ખુબ જ અસ્વસ્થ હોવા છતાં મેદાનમાં રહેલા કેદાર જાધવે છેલ્લા બોલમાં રન બનાવીને ભારતને જીત અપાવી હતી. આની સાથે જ કેદાર ફરી એકવાર સુપરસ્ટાર સાબિત થયો હતો. તે સમગ્ર મેચ દરમિયાન અસ્વસ્થ દેખાઇ રહ્યો હતો. બેટિંગ વેળા ે અસ્વસ્થ થઇ જતા એક વખતે તો તેને પેવેલિયન બોલાવી લેવામાં આવ્યો હતો. એ વખતે એવુ લાગી રહ્યુ હતુ કે ભારત મેચ જીતી શકશે નહીં. જો કે રવિન્દ્ર જાડેજા અને ભુવનેવર કુમારે પણ ઉપયોગી બેટિંગ કરીને ભારતને જીતની નજીક લઇ જવામાં સફળતા મેળવી હતી. ૫૦મી ઓવરમાં ભારતે છેલ્લા બોલે જીત મેળવી લીધી હતી. ફાઇનલ મેચ એજ રોમાંચ સુધી પહોંચી હતી જ્યાં પહોંચવા માટે ચાહકો રાહ જોવે છે. ભારતે છેલ્લા બોલમાં બાજી મારી હતી. ભારતે છેલ્લા બોલ પર વિજયી રન બનાવીને મેચ ત્રણ વિકેટે જીતી લીધી હતી. આની સાથે જ ભારતે સાતમી વખત આ ટ્રોફી પર કબજો જમાવ્યો હતો. સતત બીજી વખત ભારતીય ટીમ વિજેતા બની હતી. બાગ્લાદેની ટીમે પહેલા બેટિંગ કરતા ૨૨૨ રન કર્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે સાત વિકેટે ૨૨૩ રન બનાવીને મેચ જીતી લીધી હતી. કેદારે અણનમ ૨૩ રન કર્યા હતા.  રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ  વર્તમાન એશિયા કપમાં ધરખમ દેખાવ કરીને ફાઇનલમાં પહોંચી હતી.  ભારતીય ટીમ વધુ એક વખત એશિયા કપ જીતવા માટે સંપૂર્ણ પણે તૈયાર દેખાઇ રહી હતી. જો કે બાંગ્લાદેશે ઓછો સ્કોર હોવા છતાં ભારતને જોરદાર ટક્કર આપી હતી. તેના ખેલાડીઓએ પણ શાનદાર દેખાવ કરીને તમામના મન જીતી લીધા હતા. ભારતીય ટીમના ફોર્મને જોતા ટીમ ઇન્ડિયા હોટફેવરીટ ટીમ હી.અત્રે નોંધનીય છે કે ૨૫મી સપ્ટેમ્બરના દિવસે ભારતે વર્તમાન એશિયા કપની તેની છેલ્લી મેચ રમી હતી. આ સુપર ચાર રાઉન્ડની ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ ભારે રોમાંચક તબક્કામાં પ્રવેશી ગયા બાદ આખરે ટાઇમાં પરિણમી જતા કેટલાક ભારતીય ચાહકોને નિરાશા હાથ લાગી હતી. છેલ્લા ઓવરમાં ભારતને છ રનની જરૂર હતી અને છેલ્લા બે બોલમાં બે રનની જરૂર હતી ત્યારે આ મેચ ટાઇમાં પરિણમી હતી.દુબઈમાં એશિયા કપ ક્રિકેટની મેચમાં અફઘાનિસ્તાન સામે મહેન્દ્રસિંહ ધોનીને ફરી એકવાર કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે તમામની નજર ધોની ઉપર કેન્દ્રિત થઇ ગઈ હતી. ધોની ૬૯૬ દિવસ બાદ ફરી ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે મેદાનમાં ઉતર્યો હતો.

એશિયા કપમાં વિજેતા ટીમો

દુબઇ,તા. ૨૯

દુબઇના ઐતિહાસિક મેદાન પર રમાયેલી એશિયા કપ ક્રિકેટની અતિ રોમાંચક અને દિલધડક ફાઇનલ મેચમાં ભારતે છેલ્લા બોલ પર જીત મેળવીને એશિયા કપ જીતી લેવામાં સફળતા મેળવી હતી. ભારતને છેલ્લી ઓવરમાં છ રનની જરૂર હતી અને તમામ કરોડો ક્રિકેટ ચાહકોના ધબકારા વધી ગયા હતા. ભારત છેલ્લી ઘડીએ મેચ જીતી શકશે કે કેમ તેને લઇને ચાહકોમાં મથામણ ચાલી રહી હતી પરંતુ ભારત તરફથી ખુબ જ અસ્વસ્થ હોવા છતાં મેદાનમાં રહેલા કેદાર જાધવે છેલ્લા બોલમાં રન બનાવીને ભારતને જીત અપાવી હતી. આની સાથે જ કેદાર ફરી એકવાર સુપરસ્ટાર સાબિત થયો હતો. તે સમગ્ર મેચ દરમિયાન અસ્વસ્થ દેખાઇ રહ્યો હતો.

* વર્ષ ૧૯૮૪માં શારજહામાં ભારતીય ટીમ વિજેતા બની

* વર્ષ ૧૯૮૬માં શ્રીલંકામાં શ્રીલંકાની ટીમ વિજેતા બની

* વર્ષ ૧૯૮૮માં બાંગ્લાદેશમાં ભારતીય ટીમ વિજેતા બની

* વર્ષ ૧૯૯૦-૯૧માં ભારતમાં ભારતીય ટીમ વિજેતા બની

* વર્ષ ૧૯૯૫માં યુએઇમાં ભારતીય ટીમ વિજેતા બની

* વર્ષ ૧૯૯૭માં શ્રીલંકામાં શ્રીલંકાની ટીમ વિજેતા બની

* વર્ષ ૨૦૦૦માં બાગ્લાદેશમાં પાકિસ્તાનની ટીમ વિજેતા બની

* વર્ષ ૨૦૦૪માં શ્રીલંકામાં શ્રીલંકાની ટીમ વિજેતા બની હતી

* વર્ષ ૨૦૦૮માં પાકિસ્તાનમાં શ્રીલંકાની ટીમ વિજેતા બની

* વર્ષ ૨૦૧૦માં શ્રીલંકામાં ભારતીય ટીમ વિજેતા બની

* વર્ષ ૨૦૧૨માં બાગ્લાદેશમાં પાકિસ્તાનની ટીમ વિજેતા બની

*વર્ષ ૨૦૧૪માં બાગ્લાદેશમાં શ્રીલંકા વિજેતા બની

* વર્ષ ૨૦૧૬માં બાગ્લાદેશમાં ભારતીય ટીમ વિજેતા બની હતી

*વર્ષ ૨૦૧૮માં દુબઇમાં ભારતીય ટીમ વિજેતા બની ગઇ

Previous articleહું ધોનીની જેમ કૂલ કેપ્ટન બનવા માંગુ છુ : રોહિત શર્મા
Next articleરાજ્યનું પાટનગર ગાંધીનગર રહેવાલાયક શ્રેષ્ઠ  શહેર તરીકે ટોપ ટેનમાં પણ નહી