ઘોઘાની દંગાપરા પ્રા.શાળામાં જિલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન ખુલ્લુ મુકાયું

1592

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા ખાતે જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, ભાવનગર, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, ભાવનગર, તથા પ્રાથમિક શિક્ષણ પરિવાર, ઘોઘા આયોજીત પ્રાથમિક તથા માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓનુ ભાવનગર જિલ્લા કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૮-૧૯ ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામની દંગાપરા પ્રાથમિક શાળા ખાતે તારીખઃ૨૮/૯/૧૮ થી ૩૦/૯/૧૮ સુધી ખુલ્લુ રહેશે.

ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામની દંગાપરા પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમને ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ વક્તુબેન મકવાણા દ્વારા દિપ પ્રાગ્ટય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકયો હતો તેમજ ભાવનગર જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલે આ કાર્યક્રમનુ રીબીન ખેચી ઉદ્દઘાટન કર્યુ હતુ.  આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, ભાવનગર, ડીડીઓ જિલ્લા પંચાયત, ભાવનગર, ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ, ટીડીઓ વિજયભાઇ સોનાગરા, જી.સી.આર.ટી.ના ર્ડા. નલીનભાઇ પંડિત, ગાંધીનગર, સરપંચ છગનભાઇ આર. ડાભી મોટા ખોખરા ગ્રામ પંચાયત ઘોઘા, આચાર્ય સંધના પ્રમુખ ઓઝા મધુકરભાઇ, દંગાપરા પ્રાથમિક શાળાના આચાર્ય પંડયા મહાશંકરભાઇ, ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન આર. સી. મકવાણા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ભરતભાઇ હડીયા તથા અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં ગ્રામ જનો અને શાળાના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઘરવેરાની મુદ્દા સિવાય બોર્ડમાં કંટાળાજનક સ્થિતિ
Next articleસ્વાઈન ફ્લુના રોગચાળા સંદર્ભે મૃત્યુનું પ્રમાણ ઘટ્યું પરંતુ નવા દર્દીઓની સંખ્યામાં વધારો