ધોનીના ખરાબ ફોર્મને કારણે મિડલ ઑર્ડર સંતુલિત નથી દેખાતુ : કુંબલે

1660

ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ અને પૂર્વ કપ્તાન અનિલ કુંબલેનું માનવું છે કે મહેન્દ્ર સિંહ ધોની હવે પહેલા જેવા ફિનીશર રહ્યા નથી. એવામાં ટીમ ઇન્ડિયાએ તેમનાથી ફિનિંશિંગથી અપેક્ષા ન કરવી જોઇએ. કુંબલેએ વધુમાં કહ્યું છે કે ભારતના ૨૦૧૯ વર્લ્ડ કપ મિશનમાં ધોની ટીમની યોજનાનો મહત્વનો ભાગ છે અને તેમને વર્લ્ડ કપ સુધી ટીમમાં જરૂર હોવા જોઇએ.

આ દિગ્ગજ લેગ સ્પિનરે મહેન્દ્ર સિંહ ઘોનીની ફોર્મ પર સવાલ ઉઠાવતા કહ્યું કે હવે તે પહેલા જેવી મેચ નથી રમતા. જે અંદાજ માટે તે પ્રખ્યાત છે. ટીમ ઇન્ડિયાથી મુખ્ય કોચ પદથી રાજીનામુ આપી ચૂકેલા કુંબલે આ દિવસોમાં સ્પોટ્‌ર્સ સ્ટાર ચેનલ પર રમત નિષ્ણાંત તરીકે જોડાયા છે. તે ટીમ ઇન્ડિયા અને બીજી ટીમના પ્રદર્શન પર પોતાની સલાહ આપે છે.

એક ખાનગી કાર્યક્રમમાં આ પૂર્વ દિગ્ગજે ઘોનીની રમત પર પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમના મુજબ ધોનીની ખરાબ ફોર્મને લઇને ટીમ ઇન્ડિયાનું મિડલ ઓર્ડર આજકાલ સંતુલિત દેખાઇ રહ્યું નથી. આવું એટલા માટે પણ છે કારણરકે પહેલા માહી આ કામ સારી રીતે કરતા હતા. પરંતુ હાલની કેટલીક સીરીજ જોઇએ તો તે સારુ પ્રદર્શન કરવામાં નાકામ રહ્યા છે. કુંબલેએ વધુમાં કહ્યું કે ટીમ ઇન્ડિયાએ હવે ધોની પર વધારે નિર્ભર ન રહે અને મિડલ ઓર્ડરને સાચવવાની જવાબદારી અન્ય ખેલાડીઓ પર નાખે. માહી હવે પહેલા જેવા ગેમ ફિનિશર રહ્યા નથી.

કુંબલેએ આ વાત પર પણ ભાર આપ્યું છે કે ધોની વિકેટકીરર તરીકે ખેલાડી આ ટીમમાં વર્લ્ડ કપ સુધી રહેવા જોઇએ. તે વિકેટ કિપર તરીકે પોતાને દરેક મેચમાં સાબિત કરી રહ્યા છે.

Previous articleયુવરાજની ધમાકેદાર ઈનિંગ્સ : ૯૬ રન ફટકાર્યા
Next articleઈનામની રકમ પાછી લઈ લો મને નોકરી આપોઃ સુધા સિંહ