ભારતની વિન્ડિઝ પર ઈનિંગ્સ અને ૨૭૨ રને જીત

1057

રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ઓસોસિએશન મેદાન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે આજે પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝને કચડી નાખીને સૌથી મોટી જીત હાંસલ કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ભારતે પ્રથમ સૌથી મોટી જીત મેળવી હતી. વિન્ડિઝને એક ઈનિંગ્સ અને ૧૭૨ રને હાર આપી હતી. ભારતને પ્રથમ દાવમાં નવ વિકેટે ૬૪૯ રન દાવ ડિકલેરના જવાબમાં વિન્ડિઝની ટીમ તેના પ્રથમ દાવમાં ૪૮ ઓવરમાં માત્ર ૧૮૧ રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના લીધે વિન્ડિઝને ફોલોઓન થવાની ફરજ પડી હતી. ફોલોઓન થયા બાદ પણ વિન્ડિઝના બેટ્‌સમેનો નિષ્ફળ રહ્યા હતા અને એક પછી એક વિકેટો ગુમાવી હતી. વિન્ડિઝની ટીમ બીજી ઈનિંગ્સમાં ૫૦.૫ ઓવરમાં ૧૯૬ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આની સાથે જ ભારતે સૌથી મોટી જીત મેળવી હતી. ભારતની ટેસ્ટ મેચમાં ઈનિંગ્સ અને રનના મામલામાં આ સૌથી મોટી જીત છે. આ પહેલા આ વર્ષે જૂન મહિનામાં ભારતે અફગાનિસ્તાનને બેંગલોરમાં એક ઈનિંગ્સ અને ૨૬૨ રને હાર આપી હતી. ભારત તરફથી બીજી ઈનિંગ્સમાં કુલદીપે જોરદાર બોલીંગ કરીને ભારતને જીત અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. કુલદીપે ૫૭ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. અશ્વિને પણ જોરદાર બોલીંગ કરી હતી. અશ્વિને ૭૧ રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડીઓ છવાયેલા રહ્યા હતા. કુલદીપ સામે વિન્ડિઝના બેટ્‌સમેનો ટકી શક્યા ન હતા અને એક પછી એક વિકેટો ગુમાવી હતી.  અગાઉ રાજકોટના મેદાન ઉપર પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે વેસ્ટ ઇન્ડિઝની ટીમ તેના પ્રથમ દાવમાં ભારતના નવ વિકેટે ૬૪૯ રન દાવ ડિકલેરના જવાબમાં ૧૮૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. જેથી તેને ફોલોઓન થવાની ફરજ પડી હતી. રાજકોટ ટેસ્ટમાં  ગઇકાલે જ ભારતે ભારતે સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા ભારતે નવ વિકેટે ૬૪૯ રન કરીને દાવ ડિકલેર કર્યો હતો. ભારત તરફથી ૧૮ વર્ષની વયમાં ટેસ્ટ ડેબ્યુ કરનાર પૃથ્વી પંકજ શોએ  શાનદાર દેખાવ કર્યો હતો. ટેસ્ટ પ્રવેશની સાથે જ સદી પૂર્ણ કરનાર તે સૌથી યુવા ભારતીય ખેલાડી બની ગયો હતો. શોએ ગયા વર્ષે આ જ મેદાન પર રણજી ટ્રોફી મેચમાં પ્રવેશ કરીને સદી ફટકારી હતી. અગાઉ પ્રથમ દિવસે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ ટેસ્ટ મેચમાં ભારત તરફથી તમામ ખેલાડીઓએ જોરદાર દેખાવ કર્યો હતો. રવિન્દ્ર જાડેજાએ ૧૩૨ બોલમાં અણનમ ૧૦૦ રન કર્યા હતા. કેપ્ટન કોહલીએ ૨૪મી ટેસ્ટ સદી ફટકારીને ૧૩૯ રન કર્યા હતા. વર્ષ ૨૦૧૬માં છેલ્લી શ્રેણી રમાઇ હતી. બંને દેશો વચ્ચે હજુ સુધી કુલ ૯૪ ટેસ્ટ મેચ રમાઇ ચુકી છે. જે પૈકી ભારતે ૧૮ અને વેસ્ટ ઇન્ડિઝે ૩૦ ટેસ્ટ મેચજીતી છે. બંને ટીમો વચ્ચે ૪૬ ટેસ્ટ મેચ ડ્રો રહી છે. દેવેન્દ્ર બિસુ, ગાબ્રિયેલ, કિરેન પોવેલ, ક્રેગ બ્રેથવેઇટ પાસેથી સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ અંકદરે નબળી દેખાઇ રહી છે. જો કે ટેસ્ટ ક્રિકેટમાં તેની ટીમ કોઇ પણ સમય જોરદાર દેખાવ કરી શકે છે.ટીમમાં કેટલાક પ્રતિભાશાળી ખેલાડી રહેલા છે.વેસ્ટ ઇન્ડિઝની ટીમ પહેલા ભારતીય ટીમ પર પ્રભુત્વ ધરાવતી હતી. જ્યારે ક્લાઇવ લોઇડના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ હતી ત્યારે તેમની ટીમ ખુબ શક્તિશાળી હતી. એ વખતે ભારતીય ટીમ પ્રમાણમાં નબળી હતી. વેસ્ટ ઇન્ડિઝના બોલરોનુ પ્રભુત્વ રહેલુ હતુ. વિન્ડીઝની ટીમમાં માલ્કમ માર્શલ, માઇકલ હોલ્ડિંગ, એન્ડી રોબર્ટસ અને અન્ય બોલરો હતા. જે શક્તિશાળી હતા. તેમની સામે રમવામાં તો દરેક બોલરોને તકલીફ પડતી હતી.

પૃથ્વી શો-રવિન્દ્ર જાડેજાના દેખાવથી કોહલી પ્રભાવિત

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન મેદાન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ત્રીજા દિસે જ ભારતે વિન્ડિઝ ઉપર એક ઈનિંગ્સ અને ૨૭૨ રને જીત મેળવીને ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટી જીત મેળવી હતી. આ ટેસ્ટ મેચ જીત્યા બાદ વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની ભરપુર પ્રશંસા કરી હતી. ખાસ કરીને રવિન્દ્ર જાડેજા અને પૃથ્વી શોની પ્રશંસા કરી હતી. કોહલીએ કહ્યું હતું કે અમે ખુશ છીએ કે ટીમના તમામ ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો છે. ખાસ કરીને પૃથ્વી શો અને જાડેજાએ જોરદાર દેખાવ કર્યો છે. પહેલી મેચમાં જ પૃથ્વી શો એ શાનદાર સદી ફટકારી છે. મળેલી તકને સફળ સાબિત કરી બતાવી છે. એક કેપ્ટન તરીકે તેના માટે આ ખૂબ સારી બાબત રહી છે. હોમ ગ્રાઉન્ડ ઉપર પોતાની પ્રથમ સદી ફટકારનાર રવિન્દ્ર જાડેજાની પ્રશંસા કરતા વિરાટ કોહલીએ કહ્યું હતું કે જાડેજાએ પણ જોરદાર દેખાવ કર્યો હતો. કોહલીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે આગામી મેચોમાં પણ શાનદાર દેખાવ કરવા માટે અમે કટિબદ્ધ છીએ. સમી અને ઉમેશ યાદવે પણ શાનદાર દેખાવ કર્યો છે. કોહલીએ કહ્યું હતું કે બીજી ઈનિંગ્સમાં કુલદીપે એક પછી એક વિકેટો ઝડપીને ટીમની જીને સરળ બનાવી દીધી હતી.

Previous articleગુજરાત બાદ મહારાષ્ટ્રમાં હુક્કાબાર પર પ્રતિબંધ, થશે રૂ.૧ લાખનો દંડ
Next articleમણિકર્ણિકા બાદ કંગના નિર્દેશન કરવા તૈયાર છે