ક્રિકેટર યુવરાજ સિંઘની માતા પોન્ઝી સ્કીમમાં ફસાઈ, એક કરોડની ઠગાઈ

965

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંઘની માતા સાથે એક કરોડ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇ.ડી.)ના સુત્રો મુજબ સાધના એન્ટરપ્રાઇઝ નામની એક પોન્ઝી સ્કીમે તેના ગ્રાહકોને રોકાણ પર ૮૪ ટકા રિટર્ન-પ્રોફિટ આપવાનો ભરોસો આપ્યો હતો.

યુવરાજ સિંઘની માતા શબનમ સિંઘે પોતાની સાથે એક કરોડ રુપિયાની છેતરપિંડીનો આરોપ લગાવતા ફરિયાદ નોંધાવી હતી. આ મામલાની તપાસ કરી રહેલી ઇ.ડી.એ તેમની પાસેથી પૈસાની લેવડ-દેવડ કરવાના પુરાવા માંગ્યા છે. શબનમ સિંઘ મુજબ સાધના એન્ટરપ્રાઇઝ નામની સ્કીમમાં તેમણે એક કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. મુંબઇમાં સ્થિત ઇ.ડી.ની ટીમ હાલમાં ચંદીગઢ ઝોનના અધિકારીઓ સાથે મળીને આ મામલાની તપાસ કરી રહી છે. તપાસમાં આ યોજના હેઠળ સાતસો કરોડ રૂપિયાથી વધારે રૂપિયાની હેરાફેરી થઇ હોવાનો ખુલાસો થયો હતો. જેમાં વધારે પડતા વ્યવહારો મોટી કંપનીઓ સાથે કરાયા હોવાનુ માલુમ પડ્યું હતું.

સુત્રોની માહિતી મુજબ માનવામાં આવી રહ્યું છે કે ટુંક જ સમયમાં ઇ.ડી આ કંપનીઓની માહિતી મેળવી લેશે અને આ મામલે દોષિત અને પીડિતોના નિવેદન લઇને કાર્યવાહી કરશે.

Previous articleવિસ્ફોટક સદી સાથે ક્રિસ ગેલે ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તી લીધી
Next articleનિરવ મોદીએ આપેલ નકલી હીરાની અંગૂઠીના કારણે ચીનમાં અધિકારીની તૂટી સગાઈ..!!