અફઘાન ક્રિકેટર હઝરતુલ્લાહે છ બોલમાં છ સિક્સ ફટકારી ઇતિહાસ રચ્યો

1645

અફગાનિસ્તાનની હઝરતુલ્લાહ ઝઝાઇએ એક ઓવરમાં સતત છ સિક્સ ફટકારીને ઇતિહાસ રચી દીધો છે. આ કારનામું કરનાર પહેલા અફઘાન અને કુલ છઠ્ઠા બેટ્‌સમેન છે. શારઝાહમાં રમાઇ રહેલી અફઘાનિસ્તાન પ્રીમિયર લીગ (એપીએલ) ૨૦૧૮માં આ રેકોર્ડ બનાવ્યો છે. તેઓ કાબુલ જ્વાનન તરફથી રમતા બલ્ખ લેઝેન્ડ્‌સ સામે માત્ર ૧૪ બોલમાં ૬૨ રન ફટકાર્યા હતા.

તેમણે માત્ર ૧૨ બોલમાં પોતાના ૫૦ રન પુરા કર્યા હતા. આવું કરનાર ટી૨૦માં સૌથી ફાસ્ટ અડધી સદી ફટકારના રેકોર્ડ પણ સંયુક્ત રૂપથી પોતાના નામે થઇ ગયા છે. ભારતના યુવરાજ સિંહ પણ આ કારનામાં કરી ચુક્યા છે. યુવરાજે વર્લ્ડ ટી૨૦માં ઇંગ્લેન્ડ સામે રમતા છ છક્કા લગાવ્યા હતા. અને તેમણે ૧૨ બોલમાં જ ફિફ્ટી લગાવી હતી. હઝરતુલ્લાહના છ છક્કાનો વીડિયો એપીએલના ફેસબુક પેજ ઉપર પણ પોસ્ટ કરવામાં આવ્યો છે.

હઝરતુલ્લાહએ પહેલા સર ગૈરી સોબર્સ, રવિ શાસ્ત્રી, હર્શલ ગિબ્સ, યુવરાજ સિંહ અને રોસ વ્હિટલી સતત છ બોલમાં છ સિક્સ લગાવી ચુક્યા છે. તેમણે આ કારનામું પોતાના આદર્શ ક્રિસ ગેલની સામે કર્યું. છ સિક્સ થવાનો રેકોર્ડ કાબુલ ટીમની ચોથી ઓવરમાં થયો હતો. હઝરતુલ્લાએ અબ્દુલ્લા મઝારીના નિશાના પર લીધો હતો. મઝારીની આ ઓવરમાં કુલ ૩૭ રન બનાવ્યા હતા. આ ઓવરમાં છ સિક્સ ઉપરાંત એક વાઇડ બોલનો પણ સમાવેશ થાય છે.

Previous articleઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ : કોહલી ટૉચ પર,પૃથ્વી-પંતની લાંબી છલાંગ
Next articleકલોલમાં ડેન્ગ્યુઃ આરોગ્યની ટીમો દ્વારા ફોગિંગ