સર ટી હોસ્પિ.માં સ્વાઈન ફ્લુના લક્ષણો ધરાવતી મહિલાનું મોત

1282

સર ટી. હોસ્પિટલના સ્વાઈન ફ્લુ વોર્ડમાં સારવાર અર્થે દાખલ થયેલ સિહોર તાલુકાની એક મહિલાનું શંકાસ્પદ હાલતમાં મોત નિપજ્યું છે.

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના બજુડ ગામે રહેતી એક મહિલાને આજે સવારે સ્વાઈન ફ્લુ જેવા લક્ષણો સાથે સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર સ્થિત સ્વાઈન ફ્લુના અલાપદા વોર્ડમાં દાખલ કરવામાં આવેલ. જ્યાં મોડીસાંજે આ મહિલાનું સારવાર દરમ્યાન મોત સ્વાઈન ફ્લુથી થયું છે કે કેમ ? તે બાબતે હોસ્પિટલ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર બજુડ ગામની મહિલા સ્વાઈન ફ્લુ જેવા લક્ષણો દાખલ કરવામાં આવી હતી પરંતુ તેના લેબ રીપોર્ટ હજુ આવ્યા ન હોય આથી સ્વાઈન ફ્લુને લઈને મોત નિપજ્યું હતું તેવું સ્પષ્ટ કહી ના શકાય પરંતુ મહિલાના દર્દના સંપૂર્ણ લક્ષણો સ્વાઈન ફ્લુ જેવા જ હતા.

આ ઉપરાંત તેના મૃત્યુ બાદ અન્ય લોકોના સ્વાસ્થ્યને ધ્યાને લઈ મૃતદેહ એરટાઈટ તથા જમ્સ ફ્રી બેગમાં પેક કરી ચોક્કસ ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર કરવા તથા મૃતદેહને ઘરે લઈ જવો નહી તથા સીધા સ્મશાને લઈ જવા જણાવ્યું હતું. આ ઉપરાંત હાલ સર ટી. હોસ્પિટલ સ્થિત સ્વાઈન ફ્લુ વોર્ડમાં ૧૪ દર્દીઓ સ્વાઈન ફ્લુની સારવાર લઈ રહ્યાં છે. ૩ દર્દીઓના રીપોર્ટની રાહ જોવાઈ રહી છે તો એકાદ સપ્તાહથી સારવાર લઈ રહેલ ૩ દર્દીઓ તમામ પરીક્ષણના અંતે સ્વસ્થ જાહેર થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

Previous articleસર ટી. હોસ્પિ.માં નિરાધારનો આધાર બન્યા સેવાભાવીઓ
Next articleતળાજામાં વહેલી સવારે યુવાનની તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા