બીસીસીઆઈના સીઇઓ પર સંકટના વાદળો વધુ ઘેરાં બન્યા, સસ્પેન્શનની માંગ

882

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સીઇઓ રાહુલ જોહરી યૌન ઉત્પીડનના આરોપના મામલામાં મુશ્કેલીમાં ફસાતા જઇ રહ્યા છે. તેના વિરુદ્ધ બોર્ડના સાત રાજ્ય ક્રિકેટ સંઘોએ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતિ (સીઓએ)ને ઇ-મેઇલ કરી કાર્યવાહી કરવા માટે કહ્યું છે.

મળતી માહિતી મુજબ તમિલનાડુ સિવાય ગુજરાત, ગોવા, હરિયાણા, સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કર્ણાટકે અલગ-અલગ ઇ-મેઇલ કરી જોહરીની તપાસ અને સસ્પેન્શનની માંગ કરી છે. જણાવી દઇએ કે એક અજ્ઞાત મહિલા પત્રકાર દ્વારા યૌન શોષણ બાદ રાહુલ જોહરીને રજા પર મોકલી દેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે એક મહિલા પત્રકારે બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. જોહરી ૨૦૧૬થી સીઇઓના પદ પર કાર્યરત છે. મહિલાએ જોહરી પર આરોપ લગાવ્યો કે મારી રાહુલ જોહરીથી નોકરીને લઇને મુલાકાત થઇ હતી. અમે બન્ને એક કોફી શોપમાં મળ્યા હતા અને ત્યારે તે નોકરીના બદલામાં મારાથી કઇક બીજુ ઇચ્છતા હતા.

Previous articleજેગુઆર લેન્ડ રોવરે સ્લોવાકિયામાં ઉત્પાદન એકમ શરૂ કર્યું
Next articleજીવતા જીવ વિરોધીઓએ સરદારનું અપમાન કર્યું છે, તેના પાપે ડેમનું કામ અટક્યું’તુ : વાઘાણી