ધોનીનો ખેલ ખતમ થઈ ગયો હોવાની ચાહકોમાં નવી ચર્ચા

961

વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલયા સામે રમાનારી ટી-૨૦ શ્રેણી માટેની ભારતીય ટીમમાંથી મહેન્દ્ર સિંહ ધોનીને પડતો મુકવામાં આવતા ક્રિકેટ ચાહકોમાં એવી ચર્ચા છે કે મહેન્દ્રસિંહ ધોનીનો ખેલ હવે ખતમ થઈ રહ્યો છે. ધોનીની ગણતરી હજુ સુધી સૌથી ધરખમ ખેલાડીઓ પૈકીના એક તરીકે થતી હતી. ધોની એવા ખેલાડીઓમાં રહ્યો છે જે ખેલાડી વર્ષોમાં એક વખત જન્મે છે. પૂર્વ કેપ્ટન માટે આગામી વર્ષમાં રમાનાર વર્લ્ડકપનો માર્ગ એટલો સરળ રહેશે નહીં. ભારતીય ટી-૨૦ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા બાદ ક્રિકેટની આ સિરિઝ તેના માટે છેલ્લી શ્રેણી હોઈ શકે છે. કેપ્ટન કુલ અથવા તો મુકંદર કા સિકંદર જેવી અતિશયોક્તીથી ગણાતા દિગ્ગજ ક્રિકેટરને છેલ્લી વખત ટીમ ઈન્ડિયાની જર્સીમાં ચાહકો જોઈ રહ્યા છે એમ પણ માનવામાં આવે છે. મર્યાદિત ઓવરની બે ફોર્મેટ પૈકી એકમાંથી તેને બહાર કરીને આના સંકેત આપી દીધા છે. બીસીસીઆઈના એક અધિકારીનું કહેવું છે કે તે બાબત નક્કી છે કે ઓસ્ટ્રેલિયામાં ૨૦૨૦માં યોજાનાર ટી-૨૦ વર્લ્ડકપમાં ધોની રમી શકશે નહીં. જેથી તેને ટીમમાં જાળવવાની બાબત યોગ્ય દેખાઈ રહી ન હતી. પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટે આ વિષય ઉપર લાંબી ચર્ચા કરી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ આમાં ઉપસ્થિત રહ્યા હતા. ધોનીએ ૨૦૧૮માં સાત ટવેન્ટી મેચો રમી છે જે પૈકી આફ્રિકાની સામે ૨૮ બોલમાં ૫૨ રનની ઈનિંગ્સ સામેલ છે. બાકી છ ઈનિંગ્સમાં ૫૧ બોલમાં ૭૧ રન કર્યા હતા. ઈંગ્લેન્ડમાં વિશ્વકપમાં તે પ્રથમ પસંદગી રહેશે પરંતુ વેસ્ટ ઈન્ડિઝ સામે બાકીની શ્રેણીની મેચોમાં તેનો દેખાવ કેવો રહે છે તે બાબત મહત્વપૂર્ણ રહેશે. આગામી બે મહિના સુધી તે કોઈ મેચો રમનાર નથી કારણ કે ભારતીય ટીમ હવે આગામી વન ડે શ્રેણી માર્ચ મહિનામાં રમશે.  હવે ટ્‌વેન્ટી ક્રિકેટમાં તેની વાપસી થાય તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે ધોનીને ટીમમાંથી બહાર કરવા માટેના કારણ આપતા કહ્યુ હતુ કે પસંદગીકારોને બીજા વિકેટકિપરની તપાસ છે. બીસીસીઆઇ દ્વારા શુક્રવારના દિવસે વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ટી-૨૦ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી હતી. હૈરાનીની વાત એ છે કે ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જામ્યા બાદથી પ્રથમ વખત ટીમની બહાર થયો છે. પ્રસાદે કહ્યુ હતુ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટ્‌વેન્ટી શ્રેણીમાં ધોની રમશે નહીં.  કારણ કે અમે બીજા વિકેટકિપરની શોધ કરી રહ્યા છીએ. ટીમની સાથે પંત અને દિનેશ કાર્તિક રહેલા છે. જેથી તેમને વિકેટકિપિંગ અને બેટ્‌સમેન તરીકે તક મળશે. ૩૭ વર્ષીય ધોનીએ ભારત તરફથી સૌથી વધારે ટ્‌વેન્ટી મેચો રમી છે. ભારતે ડિસેમ્બર ૨૦૦૬માં પોતાની પ્રથમ ટ્‌વેન્ટી મેચ રમી હતી ત્યારબાદથી હજુ સુધી કુલ ૧૦૪ ટ્‌વેન્ટી મેચો રમી છે જે પૈકી ધોનીએ ૯૩ મેચો રમી છે. તેના નેતૃત્વમાં ભારતીય ટીમે વર્ષ ૨૦૦૭માં પ્રથમ ટ્‌વેન્ટી વર્લ્ડ કપ જીતી લેવામાં સફળતા મેળવી હતી. ધોન ઇંગ્લેન્ડના પ્રવાસમા ંપણ ટી ટીમમાં હતો પરંતુ તેને ત્રણમાંથી માત્ર એક વખતે જ બેટિંગની તક મળી હતી. વન ડેની વાત કરવામાં આવે તો કેદારને ચોથી અને પાંચમી મેચ માટે સામેલ કરવામાં આવ્યો છે. ટેસ્ટ ટીમની જાહેરાત પણ કરવામાં આવી છે. જેમાં રોહિત શર્મા અને પાર્થિવ પટેલની વાપસી થઇ છે. જો કે શિખર ધવનને પડતો મુકી દેવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ચાર ટેસ્ટ મેચોની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ટીમમાં ૧૮ સભ્યો રાખવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ચાર ટેસ્ટ મેચોની શ્રેણી રમાનાર છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસની શરૂઆત ડિસેમ્બર મહિનામાં થઇ જશે. ટેસ્ટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવા ૧૬મી નવેમ્બરે રવાના થશે. જ્યારે ૨૮મી નવેમ્બરના દિવસે વાર્મ અપ મેચ રમાનાર છે.

છ ડિસેમ્બરના દિવસે પ્રથમ ટેસ્ટ મેચ એડીલેડ ખાતે શરૂ થશે. ભારતીય ટીમમાં ધોનીને ટ્‌વેન્ટી શ્રેણી માટે સામેલ કરવામાં ન આવતા ચાહકો ભારે નારાજ દેખાઇ રહ્યા છે. તેમના કહેવા મુજબ ધોની વિકેટકિપરના મામલે આજે પણ દુનિયામાં શ્રેષ્ઠ છે. ચાહકો માને છે કે ધોનીને ટીમમાં હાલમાં રાખવાની જરૂર છે. તે દરેક રીતે ટીમમાં સ્થાન માટે લાયક છે.

ધોનીને પડતો મુકીને એક મોટી ભુલ કરાઈ : નિષ્ણાતોમાં ચર્ચા

વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ટી-૨૦ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવ્યા બાદ ધોનીને સામેલ નહીં કરાતા તમામ ચાહકો હતાશ થયા છે પરંતુ ધોનીએ હતાશ થયા વગર પસંદગીકારોને આજે સાવધાન કરી દીધા હતા. મહેન્દ્રસિંહ ધોનીએ આજે રમાયેલી મેચમાં જે રીતે કેચ પકડ્યો તેનાથી સાબિતી મળી ગઈ છે કે ધોનીને પડતો મુકવાનો નિર્ણય ક્રિકેટ પસંદગીકારોને ભારે પડશે અને ભારતીય ટીમ એક ઉત્કૃષ્ટ વિકેટ કિપરની સેવા ટવેન્ટી ક્રિકેટમાં ગુમાવશે. આજે રમાયેલી મેચમાં ધોનીએ જે રીતે કેચ પકડ્યો તેનાથી સાબિતી મળી રહી છે કે ફિટનેસના મામલામાં તે કોઈનાથી પણ પાછળ નથી. મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પુણેમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં ધોનીએ પોતાની ફિટનેસ અને ચપળતા દર્શાવીને કેરેબિયન બેટ્‌સમેનોને મુશ્કેલીમાં મુકી દીધા હતા. જસપ્રિત બુમરાહની શોર્ટ બોલ ઉપર હેમરાજે પુલ કરવાનો પ્રયાસ કર્યો હતો. હવામાં બોલ ઉંચો ઉછળ્યો હતો. ૩૭ વર્ષીય ધોનીએ હવામાં ઉછળીને કેચ પકડી લીધો હતો. સિરિઝમાં પ્રથમ મેચ રમી રહેલા જસપ્રિત બુમરાહે હેમરાજને આઉટ કરીને વિન્ડિઝને પ્રથમ ઝટકો આપ્યો હતો. ધોની એ આ વિકેટને ખાસ બનાવી દીધી હતી. ધોનીની રમત જોઈને ચાહકો પણ રોમાંચિત થઈ ગયા હતા. આ ઉપરાંત ધોનીએ સીમરોન હેટમાયરને સ્ટમ્પિંગ કરીને સફળતા મેળવી હતી. કુલદીપ યાદવના બોલમાં સ્વીપ કરવાના પ્રયાસમાં તે સ્ટમ્પીંગ થયો હતો.  હેટમાયરને આઉટ કરવામાં આવ્યા બાદ ભૂતપૂર્વ કેપ્ટન  મહેન્દ્રસિંહ ધોનીએ ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી હતી. ક્રિકેટ પસંદગીકારોએ ધોનીને ટ્‌વેન્ટી ક્રિકેટમાં સામેલ નહીં કરીને ભુલ કરી છે. તે બાબતની ચર્ચા કરતા ચાહકો દેખાયા હતા.

Previous articleએપલના સીઈઓએ કહ્યુંઃ ’ગે હોવા પર મને ગર્વ છે’
Next articleદહેગામ સિનિયર સિટીઝન કાઉન્સિલનો કાર્યક્રમ યોજાયો