યુવા પ્રતિભાને ઉજાગર કરતા રંગારંગ યુથ ફેસ્ટીવલનું સમાપન

1158

ભાવનગરના આંગણે પ્રતિવર્ષ માફક આ વર્ષે પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા યુનિ સંલગ્ન તક્ષશીલા કોલેજના યજમાન પદે ત્રિ દિવસીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રણ દિવસ સુધી કોલેજમાં અભ્યાસ કરતા યુવક-યુવતિઓએ સાપ્રંત સમાજને ઉજાગર કરતી અનેક કૃતિઓ રજુ કરી હતી. ભાવેણનું કલાનું પિયર ગણાય છે. ત્યારે આ ભુમિમાં જન્મતાની સાથે જ વ્યકિત કલાના મૂૃળ ગુણ સાથે જન્મે છે. ભાવેણાએ વિશ્વના અનેક પ્રતિષ્ઠીત મંચ પર કલાકારો પ્રદાન કર્યા છે. ત્યારે ઉગતી અને પાંગરતી પ્રતીભાને કેળવણી રૂપી મંચ આપવાનું શ્રેષ્ઠ કાર્ય યુનિ. દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ યુથ ફેસ્ટીવલમાં સમાજની સળગતી સમસ્યાઓથી લઈને તમામ વર્ગને સંદેશો માહિતીથી અવગત કરાવતું યુવાન ધન અન્ય કયાય જોવા સુધ્ધા ન મળે આજરોજ યુવા મહોત્સવના અંતે ત્રણ કોલેજોને પ્રતિભા સંપન્ન એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવી હતી. જેમાં પ્રથમ ક્રમે સહજાનંદ કોલેજ બીજા ક્રમે કે.પી.એસ. કોલેજ તથા તૃતિય ક્રમે યજમાન તક્ષશીલા કોલેજ રહેવા પામી છે. અંતિમ દિને યુવા વર્ગે રજુ કરેલ વિવિધ કાર્યક્રમોથી દર્શકગણ વાહ વાહી પોકારી ઉઠ્યા હતાં. આ સમાપન પ્રસંગે કુલ સચિવ, કુલપતિ ડો. ગિરીશભાઈ વાઘાણી પ્રદેશ ભાજપા પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિત કોલેજોના પ્રિન્સીપાલો, લોક સાહિત્યકાર માયાભાઈ આહિર સહિત કલા જગતના ખ્યાતનામ મહાનુભાવો રાજકિય અગ્રણીઓ ઉદ્યોગપતિઓ સહિત ભાવેણાની કલાપ્રિય જનતા મોટી સંખ્યામાં ઉપસ્થીત રહી હતી.

Previous articleઘોઘાના ખલાસીના આકસ્મીક મૃત્યુ સંદર્ભે મુખ્યમંત્રીને રજુઆત
Next articleતા.૨૯-૧૦-ર૦૧૮ થી ૦૪-૧૧-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય