ડીમોલેશનમાં એકઠા થયેલા બાવળના જથ્થામાં આગ લાગતા ફાયરે બુજાવી

1392

શહેરના કાળીયાબીડ પાણીની ટાંકીથી સાગવાડી જવાના રસ્તે મહાપાલીકા દ્વારા ડિમોલેશન કરી રસ્તો ખુલ્લો કર્યો હતો. ડીમોલેશનમાં મસમોટો બાવળનો જથ્થો એકઠો થયો હતો. જે આજદીન સુધી તે જ જગ્યા એ હોય જે બાવળના મસમોટા જથ્થામાં આગનો બનાવ બનવા પામ્યો હતો, જેને ફાયર સ્ટાફે બુઝાવી દીધી હતી.

પ્રાપ્ત વિગત મુજબ કાળીયાબીડ ટાંકી પાસેના ખુલ્લા પ્લોટમાં ડીોલમેશન દરમ્યાન એકઠો થયેલ બાવળન્ની કાંટના જથ્થામાં સાંજના સુમારે અચાનક આગ ભભુકી ઉઠી હતી. બનાવ અંગેની જાણ થતા ફાયર સ્ટાફના ઘનશ્યામસિંહ, શૈલેષભાઈ, ગોવિંદભાઈ, સંદીપભાઈ અને અનીલભાઈ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. અને પાંચથી વધુ પાણીની ગાડીનો છંટકાવ કરી આગને બુજાવી દીધી હતી.

કાળીયાબીડ ખાતે રહેણાંકી મકાનના બાથરૂમમાં આગ

કાળીયાબીડ ખાતે પ્લોટ નં. બી.એમ. ૯-ર૧૦ના રહેણાંકી મકાનના બાથરૂમમાં બાથટબ સળગી ઉઠયું હતું. બનાવની જાણ થતાં ફાયર સ્ટાફ દોડી ગયો હતો. પરંતુ ફાયર પહોંચે તે પહેલા મકાન માલીક મિતેષભાઈ અગ્રવાલ સહિત પરિવારજનોએ આગને ઓલવી નાખી હતી.

Previous articleબોટાદ ખાતે જિલ્લા કક્ષાનો મંદબુધ્ધિ  દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભ-૧૮ યોજાયો
Next articleમ.કૃ. ભાવનગર યુનિ.ની સેનેટની ૬ બેઠકો માટે થયેલી ચૂંટણીમાં માત્ર ૮.૩૪ ટકા મતદાન