સરદાર પટેલમાં કાશ્મીર સમસ્યા ઉકેલવાની પણ સુઝબુઝ હતી – મંત્રી વિભાવરીબેન દવે

913

એકતા યાત્રાના માધ્યમથી રાષ્ટ્રની એકતા-અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબનો એકતાનો સંદેશ રાજ્યના ગામેગામ ગુંજતો થયો છે. દેશ માટે સમર્પિત થનારા મહાપુરુષોના ત્યાગ અને સમર્પણ દેશની આવનારી પેઢી જાણે તે જરૂરી છે. તેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજ્ય સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીને ગુજરાતના મહાપુરુષ સરદાર પટેલને યથાયોગ્ય શ્રદ્ધાંજલિ આપી છે.,’ એમ ઘોઘા ગેઇટ ભાવનગર ખાતેથી બીજા ચરણની એકતા યાત્રાને ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવતા મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી  વિભાવરીબેન દવે જણાવ્યું હતું.

ભાવનગર ઘોઘા ગેઇટ ખાતે યોજાયેલા સમારોહને સંબોધતા મંત્રી વિભાવરીબેન દવે  વધુમાં જણાવ્યું હતું કે, ભાવિ પેઢી સરદાર પટેલના આદર્શ જીવનમાંથી પ્રેરણા લે તે માટે એકતા યાત્રાનું આયોજન કરાયુ છે ૫૬૨ રજવાડાઓને એક કરીને સરદાર પટેલે તેમની કુનેહ અને દીર્ઘદ્રષ્ટીથી  ભારતને એક કરનાર અખંડ ભારતનું નિર્માણ કયું હતું.વધુમાં સરદાર પટેલમાં કાશ્મીર સમસ્યા ઉકેલવાની પણ સૂઝબૂઝ હતી તેમ.ઉમેર્યુ હતુ.

આ વેળાએ ઉપસ્થિત તમામે રાષ્ટ્રની એકતા માટેના સામૂહિક શપથ લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, એકતા યાત્રાનો બીજો તબક્કો આગામી મહાનગરોના ૧૩ વોર્ડને આવરીને સરદાર સાહેબનો એકતાનો સંદેશો પ્રસરાવ્યો હતો.

આ પ્રસંગે ભાવનગર મહાનગર પાલીકાના મેયર મનહરભાઇ મોરી , પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઇ ઝડ્‌ફીયા , શહેર ભાજપ પ્રમુખ સનતભાઇ મોદી ,  કમિશ્નર એમ.એન.ગાંધી , ડે.કમિશ્નર ગોવાણી ,  ડે.મેયર અશોકભાઇ બારૈયા , ચેરમેન યુવરાજસિંહ ગોહિલ , નેતા શાસક પક્ષ પરેશભાઇ પંડ્યા ,  સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ , અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleભરતનગર ફ્રેન્ડગૃપ દ્વારા તુલસી વિવાહનું આયોજન
Next articleશિશુવિહાર બુધસભામાં જાહન્વી નિરક્ષીર પુસ્તકનું વિમોચન