આવતીકાલથી શરૂ થતાં કાર્તિક – કૃષ્ણ પક્ષના પખવાડિયાના દિવસોના પંચાંગની સંક્ષિપ્ત સમીક્ષા

1412

આવતીકાલે (સંવત ર૦૭પ શાકે ૧૯૪૦ દક્ષિણાયન- હેમંન્તઋતુ) તા. ર૪ નવેમ્બર-૧૮ના રોજ શરૂ થતો કાર્તિક માસનો કૃષ્ણપક્ષ તા. ૦૭-ડિસેમ્બર-૧૮ના અમાવાસ્યાએ (શુક્રવારે) પુર્ણ થશે.
દિન વિષેતાની દ્રષ્ટિએ પક્ષનું વિશ્લેક્ષણ કરતાં તા. ર૪ બીજનો ક્ષય – તેગ બહાદુર શહિદ દિન – શનિ રોહિણી અમૃત સિદ્ધી યોગ (ક.૧પ મિ. ૧૧ સુધી), તા. રપ મુીસ્લમ ઈદે-મૌલુદ તા. ર૬ સંકષંટ-ચતુર્થી (ચન્દ્રોદયનો સમય ક. ર૧ મિ. ૦ર) તા. ર૮ બ્રહ્મલિન પૂજય ડોંગરેજી મહારાજની પુણ્યતિથિ, તા. ર૯ કાલાષ્ટમી – કાલ ભૈરવ જયંતિ તા. ૦૩ ઉત્પત્તિ એકાદશી તા. ૦૪ ભૌમપ્રદોષ તા. ૦પ માસિક શિવરાત્રી – શ્રી જ્ઞાનેશ્વર મહારાજ પુણ્યતિથિ તા. ૦૬ દર્શ અમાવાસ્યા તથા તા. ૦૭ના રોજ અન્યાધાન છે. આ પખવાડિયામાં પંચક નથી. તા. ૦પથી પ્રારંભ થશે. વિંછુડો તા. ૦૭ના રોજ ક. ૩૦ મિ. ૦૮ના રોજ પુર્ણ થશે.
વર્તમાન કૃષ્ણ પક્ષની ૧૪ ચતુર્દશીના રોજ ગુરૂનો ઉદય થશે. પણ હાલમાં ગુરૂનો અસ્ત હોવાથી લગ્નના, ઉપનયનનાં (યજ્ઞોપવિતનાં) વસ્તુ પુજનના કે ક્રમશ સ્થાપનના કે ખાતમુહુર્ત માટે કોઈ શુભ મુહુર્ત આવતા નથી. લગ્નની સિઝનનો તા. ૧ર ડિસેમ્બરથી પુરબહારમાં પ્રારંભ થશે.
પ્રયાણ, મુસાફરી, મહત્વની મિટીંગો, ખરીદી વેચાણ, કોર્ટ કચેરી દસ્તાવેેજી પ્રકારના કે એવા અન્ય રોજબરોજના નાના મોટા મહત્વના કાર્ય્‌ માટે તા. ૩૦-ર તથા ૦૩ શુભ-શ્રેષ્ઠ, તા. રપ-ર૯-૩૦-૦૧-૦૪ મધ્યમ પ્રકારના તથા ર૬-૦પ -૦૬- ૦૭ દરેક રીતે અશુભ દિવસો છે.
ગ્રામ્યડ જનતા તથા ખેડુતમિત્રોને હળ જોડવા માટે તા. રપ-ર૮ – ર૯-૦ર-૦૩ તથા ૦પ શુભ – શ્રેષ્ઠ, આ માસમાં ખાસ કરીને ઘઉં, જવ- રાજગરો – ચણા – ડુંગળી – બસણ – ધાણાજીરૂ – રાયોડો તથા મરચા વિગેરેના વાવેતર ઉપરાંત, અન્ય વાવણી, રોપણી, તથા બીજ વવા માટે તા. રપ- ર૯ – ૩૦- ૦ર તથા ૦૩ ઉત્તર – શ્રેષ્ઠ અનાજની કાપણી – લળણી તથા નિંદામણ માટે તા. ર૩ – રપ – ર૮ – ર૯ ૦ર તથા ૦૩ ઉત્તમ – શ્રેષ્ઠ, થ્રેસર ઉપનેર દ્વારા ધાન્ય અને ભુસો અલગ કરવા તા. ર૯ (એકજ દિવસ) શ્રેષ્ઠ – શુભ તથા નાની મોટી ખરીદી માટે તા. ૦૩ પણ સલાહકારક ગણાય. માત્ર માલ વેચાણ માટે આ પક્ષમાં ખાસ કોઈ સંતોષકારક શુભ મુહુર્ત આવતું નથી.
ગોચરના ગ્રહોની પરિસ્થિતિ જોઈએ તો આ પક્ષમાં સુર્ય વૃશ્વિક રાશિમાં, ચંદ્ર વૃષભથી વૃશ્વિક રાશિ સુધીમાં મંગળ કુંભ રાશિમાં, બુધ તથા ગુરૂ વૃશ્વિક રાશિમા, શુત્ર તુલા રાશિમાં (સ્વગૃહીડ, શનિ ધન રાશિમાં, રાહુ કર્ક રાશિમા તથા કેતુ મકર રાશિમાં ભ્રમણ કરનાર છે. ખગોળમાં રસ ધરાવતા મિત્રો માટે આકાશમાં તા. ૦૪ ચન્દ્ર- શુક્રની યુતિ તથા તા. ૦૬ના રોજ ચંદ્ર – બુધની યુતિ માણવા જેવી હશે. ગ્રહમાનનો અભ્યાસ કરતા સંક્ષિપ્તમાં રાશિવાર જોતા આ પખવાડિયું મેષ (અ-લ-ઈ), સિંહ (મ-ટ), ધન (ભ-ધ-ફ-ઢ) તથા મીન (દ-ચ-ઝ-થ) માટે શ્રૈષ્ઠ – સારૂ (મતલબ શુભ ફળદાયક, વૃષભ (બ-વ-ઉ), કન્યા (પ-ઠ-ણ), મકર (ખ-જ) તથા વૃશ્વિક (ન-ય) માટે મધ્યમ ફળદાતા તથા મિથુન (ક-છ-ધ), તુલા (ર-ત), કુંભ (ગ-શ-સ) તથા કર્ક (ડ-હ) માટે વર્તમાન દિવસો સામાન્ય ફળ દાતા ગ્ગણાય. ઈષ્ટદેવ કે કુળદેવીની ઉપાસના ભક્તિ ભાવપુર્વક રવાથી ગ્રહમાનનું નકારાત્મક ફળ અવશ્ય ઓછું થાય છે. મુંઝવતી અંગત સામસ્યાઓના નિરાકરણ તથા સમાધાન માટે ‘ વાચક ભાઈ બહેનો મો.નં. ૯૮૯૮૪૦૯૭૧૧ ઉપર માર્ગદર્શન પ્રાપ્ત કરી શકશો.

Previous articleવલભીપુરના મોણપર ગામે દે.પુ. દંપતિની હત્યા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે