તલગાજરડામાં આજે ભજન વિચાર સંગોષ્ઠિ

1241

તલગાજરડા (તા. મહુવા) ખાતે તા. રપને રવિવારે ભજનના મર્મીઓ દ્વારા ભજન વિચાર સંગોષ્ઠિ યોજાશે પૂ. મોરારિબાપુના સાનિધ્યમાં અહીંના પ્રસિદ્ધ ચિત્રકુટધામ ખાતેના પરિસર મધ્યે સાંજના ૩ થી ૬ દરમિયાન નવમી ભજન વિચાર સંગોષ્ઠિમાં ગુજરાતી સંત સાહિતયની પૃષ્ઠભુમિકા (ઈ.સ. ૧૯૦૧ થી ર૦૦૦)માં જાણીતા ભજન મર્મી રમેશ મહેતા વકતવ્ય આપશે. જયારે સંતવાણીના સર્જક સંત-કવિ પ્રીતમદાસ વિશે પ્રશાંત પટેલ તેમજ બંસરી મોરલીના ભજન સ્વરૂપ, રૂપકાત્મક ભજનો વીશે સુરેશ જોશી પોતાના વિચારો રજુ કરશે. આ સંગોંષ્ઠિનું સંચાલન હર્ષદ ત્રિવેદી સંભાળશે.

આપણે ત્યાં ગ્રામ્ય પરિવેશમાં, ગામની શેરી-ચોકમાં મંડાતા પ્રાચિત ભજનો દ્વારા ભજનિકો પોતાનો થાક ઉતારતા અને પ્રફુલ્લિ થઈ જતાં ગળતી રાત્રે પરજના સુર સાંભળવા મળતાં..! પ્રાચિત ભજનિકોની વાણીએ અનુભૂતિની વણી છે. – તેમણે એકતાર થઈને ભજનો ગાયા છે. અને તેમાં અઢારેય વર્ણો સમાયા છે.. ત્યાં વર્ણ વિકાર નથી- વર્ણ ભેદનથી આવી અનુભુતિની વાણી સાથે અહીં રાત્રીના ૯ કલાકે સુપ્રસિદ્ધ ભજનિકો દ્વારા સંતવાણી રજુ થશે. આ પહેલા ૮ કલાકે સતત અગિયારમાં વર્ષે સંતવાણી એવોર્ડ મોરારિબાપુ દ્વારા એનાયત થશે. જેમાં સંતવાણીના આદિ સર્જકની વંદના માટે શ્રી પ્રતિમદાસને તેના પ્રતિનિધિ હિતુલકુમાર ડી. પટેલ (પ્રીતમ સેવા સમાજ, સંડેસરા, જિ.આણંદ) ઉપરા વિદ્યામાન વાદ્યસંગતકારો લક્ષ્મણ બારોટ (ભજનિક), નરેન્દ્ર મહેતા – ભાવનગર (તબલા), ખંડેરાવ જાદવ (બેન્જો), દલપતરામ દેશાણી – જસદણ (મંજીરા) માટે આ વર્ષના એવોર્ડ સાથે વંદના કરવામાં આવશે ત્યાર બાદ પૂ. મોરારિબાપુનું પ્રાસંગિક વકતવ્ય થશે. આ જાહેર કાર્યક્રમમાં રસ ધરાવતાં ભજન પ્રેમીઓ સાદર નિમંત્રિત છે. તેમ કાર્યક્રમના પ્રમુખ સંકલનકાર હરિશચંદ્ર જોશીએ જણાવ્યું છે.

Previous articleશિયાળબેટમાં નર્મદાનું મીઠું પાણી પહોંચાડાયું
Next articleભાવનગર ખાતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો થયેલો પ્રારંભ