કાંગારૂના રક્ષાત્મક વલણને લઇ કરાયેલ સચિનના ટ્‌વીટની લેંગરે કરી આલોચના

842

ઑસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરે કહ્યું કે જો તેમના ખેલાડી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની જેમ વિકેટોનો જશ્ન મનાવતો તો તેમણે અત્યાર સુધી ‘દુનિયાના સૌથી બદતર વ્યક્તિ’ ગણાવ્યા હતો. લેંગરે તેની સાથે જ સચિન તેંડુલકર પણ નિશાન સાંધ્યું. તેમણે એડિલેડ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયન ટીમના રક્ષાત્મક વલણને લઇ કરાયેલ સચિનના ટ્‌વીટની આલોચના કરી છે. ઑસ્ટ્રેલિયા એ મેચના બીજા દિવસે ભારતની વિરૂદ્ધ સાત વિકેટ પર ૧૯૧ રન બનાવ્યા. ઑસ્ટ્રેલિયાની તરફથી માત્ર ટ્રેવિસ હેડ તરફથી પરડકારા દેખાયા. સુપરસ્ટાર સચિન તેંડુલકરે ટ્‌વીટ કરી- ઘરઆંગણાના મેદાન પર ઓસ્ટ્રેલિયન બેટ્‌સમેનનું રક્ષાત્મક વલણ એવી વસ્તુ છે જેનો મેં પહેલાં કયારેય અનુભવ કર્યો નથી.

લેંગરે ઑસ્ટ્રેલિયાન ખેલાડીઓને વધુ સ્લેજિંગ કરવાથી બચવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે તેંડુલકર ઑસ્ટ્રેલિયાની વિરૂદ્ધ રમતા હતા તે એક અલગ દોર હતો. આ દોરમાં અલગ ખેલાડી રમતા હતા. તેમણે કહ્યું કે જે ઑસ્ટ્રેલિયન ટીમની વિરૂદ્ધ સચિન રમતા હતા તેમાં એલન બોર્ડર, ડેવિડ બૂન, સ્ટીવ વૉ, માર્ક વૉ અને રિકી પોન્ટિંગ જેવા ખેલાડી રમતા હતા.

તેમણે કહ્યું કે આ ખેલાડીઓની પાસે ઘણી ટેસ્ટ મેચનો અનુભવ હતો. તેમણે પોતાની રમત માલૂમ હતી. તેઓ પોતાની મર્યાદા જાણતા હતા અને તેમને એ ખબર હતી કે તેમની પાસેથી કેવી આશા વ્યકત થઇ રહી છે.

Previous articleજો અજહરને લઇને નિર્ણય બદલી શકાય તો મારા માટે કેમ નહિ..?!!ઃ શ્રીસંત
Next articleએડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ૨૩૫ રન કરીને આઉટ થયુ