એડિલેડ ટેસ્ટઃ સ્ટેડિયમમાં વિરાટનો હુરિયો બોલાતા પોન્ટિંગ અકળાયો

936

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટના ત્રીજા દિવસે શનિવારે જ્યારે બેટિંગ માટે મેદાનમાં જઇ રહ્યાં હતાં ત્યારે અહી સ્ટેડિયમમાં રહેલા ઓસ્ટ્રેલિયન દર્શકોના એક વર્ગે તેની હુટિંગ શરૂ કરી દીધી.

લોકેશ રાહુલના આઉટ થયા બાદ કોહલી બેટિંગ માટે ઉતર્યા. કોહલીએ પહેલી ઇનિંગ દરમિયાન પણ આવી સ્થિતીનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયન બેટ્‌સમેન ટ્રેવિસ હેડ અને પૂવ કેપ્ટન રિકી પોન્ટિંગે દર્શકોના આ આચરણની ઓલાચના કરી.

હેડે કહ્યું કે, તે શાનદાર બેટ્‌સમેન છે અને કદાચ તેવો ખેલાડી નથી જેની હુટિંગ કરવામાં આવે. તેની જરૂર ન હતી પરંતુ તેઓ દર્શકો છો. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે ભારતીય ટીમ આવી બાબતોની ઉપેક્ષા કરવા ઇચ્છે છે.

તેમણે કહ્યું કે, મને નથી લાહતું કે અમારા માટે આ બાબત મહત્વની છે. અમારા માટે મેદાનની અંદર જે છે તે મહત્વનું છે. આ સિવાય અન્ય કોઇ બાબત પર અમારુ નિયંત્રણ નથી. તેઓ જે ઇચ્છે તે કરી શકે છે. અમે જ્યાં સુધી સારુ રમી રહ્યાં છીએ ત્યાં સુધી ખુશ છીએ.

Previous articleપુજારા એક ટેસ્ટમાં સૌથી વધુ બોલ રમનારામાં ઇન
Next articleએડિલેડ ક્રિકેટ ટેસ્ટ જીતવા ભારત તક : છ વિકેટ જરૂરી