તરસમીયા ગામે બ્રહ્મલિન નિર્દોષાનંદ સરસ્વતીજીની પ્રથમ નિર્વાણતિથિએ ભવ્ય મહોત્સવનું આયોજન

876

તરસમીયા ગામે ખાતે બ્રહ્મલીન પુજય પાદ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રથમ નિર્વાણતિથિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ નિર્વાણતિથિનું આયોજન આગામી તા. ૧૧-૧ર-ર૦૧૮ના રોજ સવારે ૮ કલાકે ગામમાં ભવ્ય શોભાયાત્રા નિકળી સંન્યાસ આશ્રમ પહોંચશે. ત્યાર બાદ ૯-૦૦ કલાકે ગુરૂવંદના, ધુન-કિર્તન, સ્વાગતવિધિ, ૯ઉ૪પ કલાકે બ્રહ્મલીન સ્વામીજીની પ્રતિમાને પુજ વિધિ ત્યાર બાદ સ્વામી સદાનન્દજીનું પ્રવચન, પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે.

સ્વામીજીની પ્રેરણાથી ટીંબી મુકામે કાર્યરત સ્વામી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ તેઓના માનવ સેવાના પરમ સિધ્ધાંતનું સાકાર સ્વરૂપ છે. જયાં લાખનોી સંખ્યામાં દર્દી નારાયણની તદ્દન વિનામુલ્ય સારવાર, ઓપરેશનો લેબોરેટરી તપાસ, એકસ-રે દવાઓ તેમજ અન્નદાન વિગેરે સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે.  આ પ્રસંગે સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીબીના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામી જગદીશ્વરનંદજી સંન્યાસ આશ્રમ, મુ. તરસમીયા, તા. જ.. ભાવનગર ખાતે આ પાવન મહોત્સવમાં સર્વ જનતા-જનાર્દનને પધારવા અનુરોધ છે.

Previous articleબરવાળા : બુરહાની મદ્રેસાના બાળકોની દાંતની તપાસ કરાઈ
Next articleવલભીપુર ખાતે નવનિર્માણ પામેલા તળપદા કોળી સમાજની વાડીનું ઉદ્દઘાટન સમારોહનું આયોજન