વીવીએસ લક્ષ્મણે મારા કરિયરને બચાવ્યું :ગાંગુલી

829

ભારતના દિગ્ગજ કેપ્ટનોની વાત કરવામાં આવે તો તેમાં સૌરવ ગાંગુલીનું નામ ચોક્કસ આવે. દાદાના હુલામણા નામે જાણીતા સૌરવ ગાંગુલીએ એક કાર્યક્રમમાં જણાવ્યું કે, વીવીએસ લક્ષ્મણે ઈડન ગાર્ડન મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે ૨૮૧ રનન ઈનિંગ રમીને મારા કરિયરને બચાવી લીધું હતું.

આ સીરિઝમાં ભારતને પ્રથમ મુકાબલામાં ભારતની હાર થઈ હતી તો બીજી મેચમાં ફોલોઓન થયું હતું. જે બાદ લક્ષ્મણના ૨૮૧ અને દ્રવિડના ૧૮૧ રનની મદદથી ભારતીય ટીમે ૧૭૧ રનથી મેચ જીતી લીધી હતી. હાર સાથે જ ઓસ્ટ્રેલિયાની સતત ૧૬મી જીતનો સિલસિલો પણ અટકી ગયો હતો. લક્ષ્મણની આત્મકથાના વિમોચન દરમિયાન ગાંગુલીએ કહ્યું કે, એક મહિના પહેલા મેં તેને મેસેજ કર્યો હતો પરંતુ તેણે જવાબ આપ્યો નહોતો. મેં તેને કહ્યુ હતું કે, તારી બુકનું ટાઇટલ ૨૮૧ એન્ડ બિયોન્ડ બરાબર નથી. તેનું શીર્ષ ૨૮૧ એન્ડ બિયોંડ એન્ડ ધેટ સેવ્ડ સૌરવ ગાંગુલી કરિયર એવું હોવું જોઈતું હતું. એટલે એવી ઈનિંગ જેણે ગાંગુલીની કરિયર બચાવી લીધી.

Previous articleપર્થની પીચ પર ઘાસ રહેવા દેવાય તેવી ઈચ્છા : કેપ્ટન વિરાટ કોહલી
Next articleહોકી વર્લ્ડ કપઃ ફ્રાંસને ૩-૦થી હરાવી ઓસ્ટ્રેલિયાનો સેમીફાઇનલમાં પ્રવેશ