સિંધૂ જાપાનની નોઝોમીને હરાવીને સૌપ્રથમ વાર વર્લ્ડ ટુર ચેમ્પિયન બની

720

ભારતીય સ્ટાર બેડમિન્ટન પ્લેયર પી વી સિંધૂએ વર્લ્ડ ટુર ફાઈનલ્સનું ટાઈટલ સૌપ્રથમ વખત જીતી લીધું છે. રવિવારે રમાયેલી વુમન્સ ફાઈનલ મેચમાં સીંધૂએ વર્લ્ડ નંબર પાંચ પ્લેયર જાપાનની નોઝોમી ઓકુહારાને ૨૧-૧૯, ૨૧-૧૭ને પછાડીને પ્રથમ વાર આ ટાઈટલ પોતાના નામે કર્યું હતું. વર્લ્ડ ટુર બેડમિન્ટનનો સર્વોચ્ચ મેડલ જીતનાર સીંધૂ સૌપ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે. આ તેની કારકિર્દીનું ૧૪માં ટાઈટલ છે તેમજ સિઝનનું સૌપ્રથમ છે.

સિંધૂએ મેચનો પ્રારંભ જ આક્રમકતા સાથે કર્યો હતો. મેચનો પ્રથમ પોઈન્ટ ઓકુહારાએ જીત્યો હતો પરંતુ સિંધૂએ ઝડપથી કમબેક કરતા લીડ મેળવી હતી. પોતાની ઊંચી હાઈટનો લાભ ઉઠાવતા સ્મેશ શોટ રમી તેમજ શટલને જાપાનીઝ પ્લેયરની પહોંચથી દૂર રાખી પોઈન્ટ્‌સ મેળવ્યા હતા.

સિંધૂ ૫-૧થી આગળ હતી ત્યારબાદ ઓહુકારાએ મહદ્‌અંશે કમબેક કરીને અંતર ઘાટ્યું જો કે ત્યારે સ્કોર ૭-૫ થયો હતો. સિંધૂએ કોર્ટને સારી રીતે કવર કરીને નોઝોમી ઓકુહારાની ભૂલો દ્વારા પ્રથમ ગેમમાં પોતાની જીતનો માર્ગ સરળ બનાવ્યો હતો. પહેલા ગેમમાં બ્રેક સુધી સિંધૂ ૧૧-૬થી આગળ ચાલી રહી હતી. બ્રેક બાદ સિંધૂએ લીડ આગળ વધારતા ૧૪-૬ના સ્કોર સાથે જીત નિશ્ચિત બનાવી હતી. જો કે જાપાનીઝ ખેલાડીએ પોતાની રણનીતિ બદલી હતી. તેણે પણ કોર્ટને કવર કરીને પોઈન્ટ હાસલ કર્યા હતા અને ૧૬-૧૬ સુધી બરોબરી કરવામાં સફળ રહી હતી.

 

Previous articleપર્થ ટેસ્ટ મેચ : ઓસ્ટ્રેલિયની ભારત પર ૧૭૫ રનની લીડ
Next articleજસદણ પેટા ચૂંટણી : કોંગ્રેસની મહિલા ઉપાધ્યક્ષ ગીતા પટેલની કારમાંથી મળી એરગન