La Liga : મેસી ૨૦૧૮માં ૫૦ ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો

755

લિયોનેલ મેસીની શાનદાર હેટ્રિકની  મદદથી એફસી બાર્સિલોનાએ સ્પેનિશ લીગ લા  લીગાના ૧૬મા રાઉન્ડના મુકાબલામાં અહીં લેવાંતેને ૫-૦થી પરાજય આપ્યો હતો. બાર્સિલોનાના કોચ  એર્નેસ્તો વલ્વેર્દેએ રવિવારે રાત્રે રમાયેલી આ મેચ માટે ૩-૫-૨ ફોર્મેશનનો ઉપયોગ કર્યો હતો. સેમેડો  ઘુંટણની ઈજાને કારણે આ મેચ રમી શક્યો નહતો. આર્જેન્ટીનાનો લિયોનેસ મેસી ૨૦૧૮મા ૫૦ ગોલ કરનાર પ્રથમ ફુટબોલર પણ બની ગયો છે. તેમાં  આંતરરાષ્ટ્રીય અને ક્લબ મેચોના ગોલ સામેલ છે. મેસીએ બાર્સિલોના માટે સૌથી વધુ મેચ જીતનાર જાવી  હર્નાડેઝનો રેકોર્ડ પણ તોડી દીધો છે. બાર્સિલોનાએ જાવીની હાજરીમાં ૩૨૨ મેચ જીત્યા હતા. પરંતુ મેસીએ  પોતાની હાજરીમાં ૩૨૩ મેચમાં જીત અપાવી છે.

લેવાંતેએ મેચમાં સારી શરૂઆત કરી અને પ્રથમ હાફમાં ગોલ કરવાની ઘણી તક પણ ગુમાવી હતી. પરંતુ  યજમાન ટીમ લીડ બનાવવામાં અસફળ રહી. બીજી તરફ બાર્સિલોનાએ પ્રથમ હાફમાં બે ગોલ કર્યા હતા.  પ્રથમ ગોલ ૩૫મી મિનિટમાં ઉરૂગ્વેના સ્ટ્રાઇકર લુઈસ સુઆરેઝે કર્યો. તેની આઠ મિનિટ બાદ જ લિયોનેલ  મેસીએ મેચમાં પોતાનો પ્રથમ ગોલ કર્યો અને પ્રવાસી ટીમને ૨-૦ની લીડ અપાવી હતી.

બીજા હાફની શરૂઆત બાર્સિલોના માટે શાનદાર રહી હતી. ૪૭મી મિનિટમાં લિયોનેલ મેસીએ મેચનો સ્કોર ૩ -૦ કરી લીધો હતો. આર્જેન્ટીનાના સ્ટાર ફુટબોલર મેસીએ ૬૦મી મિનિટે વધુ એક ગોલ કરીને તેની હેટ્રિક પૂરી  કરી હતી.

Previous articleભારતની કારમી હાર થતા ક્રિકેટ ચાહકો નિરાશ
Next article૬.૨૨ લાખ ગ્રાહકના વીજળી બિલના ૬૨૫ કરોડ માફ થયા