મેગા જોબફેરમાં ૧૪૧ને સ્થળ પર ઓર્ડર અપાયા

1001

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના આંગણે સૌપ્રથમ વખત યોજાયેલા એક દિવસીય મેગા જોબ ફેર ર૦૧૮ને અપ્રિતમ, અણધાર્યો અને ઉત્સાહજનક પ્રતિસાદ મળ્ય્‌ છે. માત્રે આઠ કલાકના ટૂંકા ગાળામાં હાજર રહેલા ૧૦૭૯ રોજગાર વાંચ્છુઓ પૈકી ૧૪૧ રોજગારવાંચ્છુ ઉમેદવારોને સ્થળ પર જ નિમણુંક પત્ર આપવામાં આવ્યા હતાં.

રાજય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને કેસીજીના સહકાર તથા માર્ગદર્શન તલે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના પ્લેસમેન્ટ સેલ અને ઈન્ડિસ્ટ્રીયલ લિકેજ સેલના સંયુકત ઉપક્રમે આજરોજ યુનિવર્સિટીના એકસ્ટર્નલ બિલ્ડીંગ ખાતે મેગા જોબ ફેર-ર૦૧૮ યોજાયો હતો. સૌપ્રથમ વખત યોજાયેલા મેગા જોબફેર-ર૦૧૮માં યુનિવર્સિટીમાંથી સ્નાતક, અનુસ્નાતક, ડિપ્લોમાં તથા પીજી ડિપ્લોમાં પદવીધારક ર૩૯૬ રોજગારવાંચ્‌ઋુ ઉમેદવારોએ યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે  પૈકી આજરોજ યોજાયેલા મેગા જોબ ફેર-ર૦૧૮માં ૧૦૭૯ રોજગારવાંચ્છુ ઉમેદવાર ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા તો સામા પક્ષે ઈન્સ્યોરન્સ, બેન્કિંગ, ફાઈનાન્સ, ફાર્માસ્યુટીકલ, કેમીકલ, એજયુકેશન, એફએમસીજી સહિતના વિવિધ ૮ સેકટરમાંથી ૩પ  નોકરીદાતાઓ અંદાજે ૧૧૦૦ જેટલી જગ્યાઓ સાથે આ મેગા જોબ ફેરમાં ઉપસ્થિત રહ્યા હતાં.  ઉપસ્થિત રહેલા ૩પ નોકરીદાતાઓએ દર્શાવેલી તમામ ૧૧૦૦ જગ્યા પર ઉપસ્થિત રહેલા તમામ રોજગારવાંચ્છુ ઉમેદવાર ભાઈઓ બહેનોની સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. હવે આ તમામ ઉમેદવારોની સંબંધિત સંસ્થા કે કંપની દ્વારા આગામી સમયમાં તેમને તબક્કાવાર સંબંધિત જગ્યાઓ પર સૈધ્ધાંતિક નિમણુંકની આગલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જયારે આ મેગા જોબ ફેરની સૌથી મોટી સફળતા એ રહી હતી કે, આ મેગા જોબફેરમાં વિવિધ કંપનીઓ દ્વારા ૧૪૧ જેટલા રોજગારવાંચ્છુ ઉમેદવાર ભાઈઓ તથા બહેનોને સ્થળ પર નિમણુંક પત્ર આપી દેવામાં આવ્યા હતાં.  મેગા જોબ ફેરનો ઉદ્ધાટન સમારોહ કાર્યકારી કુલપતિ ડો. ગિરિશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે મેયર મનભા મોરી, ચેરમેન યુવરાજસિંહ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સુનિલભાઈ વડોદરીયા, ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ડો. સમીરભાઈ શાહ તથા વિવિધ ભવનના અધ્યક્ષઓ કોલેજના આચાર્ય અને અધ્યાપક તથા વિવિધ ભવનના પ્રાધ્યાપક સહિતના પદાધિકારીઓ અને  હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં. જયારે કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ સંચાલિત કેસીજીના પ્લેસમેન્ટ ડાયરેકટર કેતન બડગુજર, પ્લેસમેન્ટ સેલના વડા ડો. સુનિલ દ્વિવેદી, ઈન્ડસ્ટ્રીયલ લીકેજ સેલના વડા ડો. ઈન્દ્ર ગઢવી તથા પ્લેસમેન્ટ સેલ અને ઈન્ડસ્ટ્રીયલ લિકેજ સેલના સભ્ય્‌એ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleભાવ. – સોમનાથ નેશનલ હાઈ-વેના પુલ પર મોટુ ગાબડુ પડ્યું
Next articleબળાત્કારીને સજા આપી બનાવો એમની બળદગાડી