આઇપીએલમાં અનસોલ્ડ રહેલ મૈકલમ બોલ્યોઃ ’દરેક સારી વસ્તુનો અંત હોય છે’

1012

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી અણનમ ૧૫૮ રનની ઈનિંગ રમી આઇપીએલ કરિયરનો ધમાકેદાર પ્રારંભ કરનારા ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર બ્રેન્ડોન મેક્કુલમને મંગળવારે જયપુરમાં યોજાયેલી હરાજીમાં કોઈએ ખરીદ્યો નહોતો. જે બાદ તેણે રેડિયો સ્પોર્ટ સાથેની વાતચીતમાં નજીકના ભવિષ્યમાં રમતમાંથી નિવૃત્તિ જાહેર કરવાનો ઈશારો આપ્યો હતો.

મેક્કુલમે કહ્યું કે, હું ભાગ્યશાળી છું કે ૧૧ સિઝન સુધી મને આઈપીએલમાં રમવાનો મોકો મળ્યો અને કેટલાક તબક્કા બાદ તમારે રમતથી દૂર થવાની જરૂર હોય છે. ૨૦૧૬માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટને કહ્યું કે, દરેક સારી વસ્તુનો અંત આવતો હોય છે.

ગત સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમેલા ૩૭ વર્ષીય મેક્કુલમે આઈપીએલની ૧૦૯ મેચમાં ૨૭.૭૦ની સરેરાશથી ૨૮૮૧ રન નોંધાવ્યા છે.

મેક્કુલમ આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, ગુજરાત લાયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી ચુક્યો છે.

Previous articleઆક્રમકતા પ્રતિસ્પર્ધી ક્રિકેટનો ખાસ હિસ્સો : શોએબ અખ્તર
Next articleપીબીએલની ચોથી સિઝનનો આજથી પ્રારંભ, સાઇના-સિંધુ-મારિન વચ્ચે ટક્કર