સેંટ ઝેવીયર્સ હાઈસ્કુલમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ સમારોહનું આયોજન

670

તાજેતરમાં સુરક્ષા સેતુ સોસાયટી ભાવનગર અંતર્ગત સેંટ ઝેવીયર્સ હાઈસ્કુલના પ્રાંગણમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોગ્રામ (એસપીસી)નો ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને ધનંજયકુમાર (જનરલ મેનેજર) જીએચસીએલ ઉપસ્થિત રહ્યાં. સાથે જ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર પાંડે, શેઠ બ્રધર્સના માલિક ગૌરવભાઈ શેઠ, જીસીઆરટી ગાંધીનગરના રીટાયર્ડ સેક્રેટરી ડો.કે.આર. ઝાંઝરૂકીયા તથા ભરતનગર પોલીસ સ્ટેશનના એએસઆઈ રાઠોર તેમજ દોલત અનંત વળીયા સ્કુલના સીપીઓ અભયભાઈ ચૌહાણે હાજરી આપી હતી.

શાળાના આચાર્ય રેવ. ફાધર જોબીના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. શાળાના આચાર્ય રેવ ફાધર જોબીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી તેમનો પરિચય આપ્યો. એસપીસીના બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું. યુનિફોર્મ વિતરણ બાદ મહેમાનોએ પ્રાસંગિક ઉદ્દબોધનો કર્યા. શાળાના પીઆરઓ નરેન્દ્રભાઈ પનારા કાર્યક્રમની રૂપરેખા આપી સાથે જ એસપીસીનું મહત્વ સમજાવી સેંટ ઝેવીયર્સ શાળા એસપીસીના ઈન્ચાર્જ તરીકે શાળાના બે શિક્ષિકાઓ મધુબેન તથા માધવીબેનનો સીપીઓ તરીકે પરીચય આપ્યો.

Previous articleજમ્મૂ-કાશ્મીરઃ LoC પર પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, બે અધિકારી શહીદ
Next article૧૬ વર્ષની દિકરી અકસ્માતમાં ઘવાયેલાને પોતાની ગાડીમાં બેસાડી જાફરાબાદ સારવારમાં લઈ ગયા