શહેરમાં ખોડીદાસ શૈલીના ચિત્રોનું પ્રદર્શન, ૩૩ ચિત્રકારોનું સન્માન

907

કલાનગરી ભાવેણામાં ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરીમાં ખોડીદાસભાઈ પરમારના પ૧ ચિત્રો તથા તેમના શિષયોના ૪૧ ચિત્રોના પ્રદર્શનનું ઉદ્દઘાટન થયું હતું.

આ પ્રદર્શનના ઉદ્દઘાટન જાણીતા ચિત્રકાર અમિત અંબાલાલના અધ્યક્ષ સ્થાને તથા ઉદ્દઘાટક અનિલભાઈ રેલીયા અને ઉદ્યોગપતિ સંતોષભાઈ કામદાર, નિશિથભાઈ મહેતા તથા મહેન્દ્રભાઈ ત્રિવેદી ચિત્રકાર કનુભાઈ પટેલ તથા સી.ટી. પ્રજાપતિ, તૃપ્તીબેન દવે અને અજીત ભંડેરી, જોરાવરસિંહજી જાદવ તથા રમણીકભાઈ ઝાપડીયા ઉપસ્થિત રહ્યા હતાં. ભંડેરી, જોરાવરસિંહજી જાદવ તથા રમણીકભાઈ ઝાપડીયા ઉપસ્થિત રહ્યા હતાં.

આ કાર્યક્રમમાં ખોડીદાસભાઈ પરમારના ૩૩ શિષ્યોનું સન્માન કરી તેમને માનપત્ર અર્પણ કરવામાં આવેલ. ભાવનગરના રપ૦થી વધુ કલા પ્રેમીઓ પ્રસંગના સાક્ષી બનેલ. કાર્યક્રમને સફળ બનાવવા અમુલતભાઈ પરમાર, ડો. અશોકભાઈ પટેલ, પ્રદિપભાઈ ચૌહાણ, અંજલીબહેન, ચિત્રાબહેન, અવનીબહેન, જગદીશભાઈ, મલયભાઈ પટેલ, અજયભાઈ ચૌહાણ, ભરતભાઈ શિયાળ તથા કોમલભાઈ રાઠોડ વગેરે કલાવર્ગના વીદ્યાર્થીઓ પ્રવૃત હતાં. ત્રણ દિવસ પ્રદર્શન શરૂ રહેશે.

Previous articleમાનવ સેવા ચેરિ. ટ્રસ્ટ દ્વારા ધાબળા વિતરણ
Next articleક્રિસમસ નિમિત્તે દેવળોમાં ઝળહળાટ